નેશનલ ડેસ્ક, Satish Kaushik Death: બોલિવૂડના ફેમસ એક્ટર, ડિરેક્ટર, કોમેડિયન અને સ્ક્રીનપ્લે રાઇટર સતીષ કૌશિક (Satish Kaushik)નું આજે વહેલી સવારે હાર્ટ એટેકને લીધે નિધન (Death) થયું છે. આ સમાચાર અનુપમ ખેરે (Anupam Kher) આપ્યા હતાં. સતીષ કૌશિકનું નિધન થતાં તેમના ફેન્સ અને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સમાં માતમ છવાયો છે.
અનુપમ ખેરે ટ્વિટ કરી માહિતી આપી
એક્ટર અનુપમ ખેરે (Anupam Kher) ટ્વિટ કરીને કહ્યું કે, જાણું છું કે, મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ આ વાત હું જીવતાં જીવે ક્યારેય મારા જીગરી ફ્રેન્ડ સતીષ કૌશિક વિશે લખીશ એવું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. 45 વર્ષની ફ્રેન્ડશિપ પર અચાનક પૂર્ણવિરામ. તમારા વિના જીવન પહેલાં જેવું રહેશે નહીં સતીશ! ઓમ શાંતિ.