25 વર્ષ બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો આ દિગ્ગજ એક્ટર, શરુ કરી ટ્રેનિંગ

આમિર ખાન દિગ્ગજ ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિક 'લલકારા' માટે તૈયારી કરી રહ્યો છે, જેનું નિર્દેશન આશુતોષ ગોવારીકર કરી રહ્યા છે. તેણે ક્રિકેટની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને 25 વર્ષ બાદ ફરી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 26 Nov 2026 11:19 AM (IST)Updated: Thu, 26 Nov 2026 11:19 AM (IST)
actor-aamir-khan-has-begun-cricket-training-for-the-film-lalkara
આમિરે 25 વર્ષ બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી

Lala Amarnath Biopic Lalkara: પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતો આમિર ખાન ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. આમિર છેલ્લે 2025માં આવેલી ફિલ્મ સીતારે જમીન પર માં જોવા મળ્યો હતો. ત્યારથી ફેન્સ તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે વાત સામે આવી છે કે, આમિરે તેની આગામી ફિલ્મ 'લલકારા' માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ ફિલ્મને આશુતોષ ગોવારીકર ડાયરેક્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આમિરની છેલ્લી ફિલ્મ કઈ ખાસ પરફોર્મ કરી શકી નહોતી તેથી આ ફિલ્મથી આમિરને ખુબ આશા છે.

ક્યારે રિલીઝ થશે લલકારા?

આમિરની આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટ અંગે વાત કરીએ તો તે અંગે હજુ સુધી કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષના અંતમાં સુધી લલકારા સિનેમાઘરોમાં આવી શકે છે.

આમિર ખાને ક્રિકેટની ટ્રેનિંગ શરુ કરી

આમિર ખાનની ફિલ્મ લલકારા દિગ્ગજ ક્રિકેટર રહેલા લાલા અમરનાથ પર આધારિત છે, તેથી જ અભિનેતાએ આ માટે ક્રિકેટની ટ્રેનિંગ શરુ કરી દીધી છે. આમિર આ ફિલ્મમાં લાલા અમરનાથની ભૂમિકા ભજવશે. ફિલ્મની કહાની ભારત અને પાકિસ્તાન વચ્ચે 1952 મા રમાયેલી ટેસ્ટ સિરીઝ પર આધારીત છે. આ સિરીઝમાં લાલા અમરનાથની કેપ્ટન્સીમાં ભારતે પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું હતું.

ભારતના પૂર્વ ક્રિકેટરો આપી રહ્યા છે તાલીમ

મળતી માહિતી પ્રમાણે આમિરની સાથે સાથે તેમના અન્ય કલાકારોએ ક્રિકેટની સ્કીલ શિખવા માટે એક ક્રિકેટ ક્લબ જોઈન કરી છે. જેમાં વિક્રાંત મેસ્સી અને જીતેન્દ્ર કુમાર સહિતના અભિનેતાઓ જોઈન થયા છે. આ અભિનેતાઓ ભારતના પૂર્વ ક્રિકેટરો પાસેથી તાલીમ લઈ રહ્યા હોવાની વાત સામે આવી છે. આ જ પૂર્વ ખેલાડીઓએ ફિલ્મ 83 માટે અભિનેતાઓને ટ્રેઈન કર્યા હતા.

આમિરે 25 વર્ષ બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી

આમિરે ક્રિકેટની ટ્રેનિંગની સાથે સાથે પોતાના ડાયેટ પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે. તે શાકાહારી ફૂડ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. આ ફિલ્નું શૂટિંગ આવતા વર્ષે 4 જાન્યુઆરીના રોજથી શરુ થશે. આ તારીખ એટલા માટે પણ ખાસ છે કારણ કે આજ તારીખે 25 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000 મા લગાન ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું હતું. જેમાં આમિર ખાન ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. આમ આમિરે 25 વર્ષ બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તમને જણાવી દઈએ કે લગાન ફિલ્મનું ડાયરેક્શન પણ આશુતોષ ગોવારીકરે જ કર્યું હતું. હવે ફરીવાર આ જોડી ધૂમ મચાવવા આવી રહી છે.