ગ્રાન્ડ થેફ્ટ ઓટો6 (GTA 6) ને રોકસ્ટાર ગેઈમ્સે 19 નવેમ્બરના રોજ લોન્ચ કરી હતી. આ ગેમે લોન્ચ થતાની સાથે જ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી દીધી છે. લોકોમાં તેનો ક્રેઝ એટલી હદે છેકે કંપનીમાંથી રજા લઈને યુવકો ગેમ રમી રહ્યા છે. સામે આવેલી વિગતો અનુસાર ભારતમાં તેના સ્ટાન્ડર્ડ વર્ઝનની કિંમત 5,999 રુપિયા છે તો અલ્ટિમેટ એડિશનની કિંમત 7,499 રુપિયા છે. આ ગેમ પ્લેસ્ટેશન સ્ટોર, માઈક્રોસોફ્ટ સ્ટોર અને રિટેલ સ્ટોર્સ પર પણ હાજર છે. આ ગેમની સાથે સાથે એક ગીત પણ ચર્ચમાં આવ્યું છે, જેને લોકો તેનું એંથન સોંગ કહી રહ્યા છે. આ ગીત છે આજ શનિબાર(Aaj Shonibar)' છે અને તેને રુપા બિસ્વાસ ગાયું છે.
કોણ છે રુપા બિસ્વાસ?
હવે GTA 6 જેવા પ્રખ્યાત ગેમ પ્લેલિસ્ટમાં સ્થાન મળવાથી આ ગીતને ઈન્ટરનેશનલ લેવલે ઓળખ મળશે અને નવા શ્રોતા પણ મળશે. તેમના ગાયક રુપા બિસ્વાસની કહાની જણાવે છે કે કોઈ પણ કલાકારનું કામ ભલે સમય સાથે ભૂલાવી દેવામાં આવે પરંતુ તેને કાયમ માટે ખતમ કરી શકાતું નથી. તમને જણાવી દઈએ કે રુપા બિસ્વાસ એક બંગાળી ગાયક છે અને તેમનો જન્મ 1955 મા થયો હતો. રુપ બિસ્વાસે શાસ્ત્રીય સંગીતમાં ખુબ મોટુ નામ કમાવ્યું છે. આ ઉપરાંત ડિસ્કો જેજ મ્યુઝિક આલ્બમ દ્વારા અલગ ઓળખ મળી હતી.
1982 મા રિલીઝ થયું
GTA 6 ના Worldwide FM રેડિયો સ્ટેશન પર વિવિધ દેશો અને સંગીત સ્ટાઈલના ગીતો સાંભળવા મળશે. આ જ પ્લે લીસ્ટમાં રુપા બિસ્વાસનું બંગાળી ડિસ્કો ટ્રેક 'આજ શનિવાર' પણ સામેલ છે. આ ગીત વર્ષ 1982 મા રિલીઝ થયેલ આલ્બમ 'Disco Jazz' નો ભાગ છે. તમને જણાવી દઈએ કે, GTA સિરીઝ તેના રેડીયો સ્ટેશનો દ્વારા જૂના અને નવા સંગીતને ગેમ વર્લ્ડમાં સ્પેસ આપવા માટે જાણીતી છે.
13 વર્ષ પછી લોન્ચ થઈ આ ગેમ
13 વર્ષની લાંબી રાહ જોયા બાદ જીટીએ 6 (GTA 6) ને રિલીઝ કરી દીધી છે. આ વીડિયો ગેમને લઈને સમગ્ર વિશ્વમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. જીટીએ 6 મા એક બંગાળી સોંગ છે જે 44 વર્ષ જુનુ છે. આ ગીત ગેમના એંથમ સોંગ તરીકે લોકપ્રીય થઈ રહ્યું છે. આ ગીત એક બંગાળી ડિસ્કો ટ્રેક છે જે હાલમાં GTA 6 ના વર્લ્ડ વાઈડ FM મા સામેલ કરવામાં આવ્યું છે. જો કે જ્યારે વર્ષો પહેલા આ ગીત આવ્યું ત્યારે પસંદ કરવામાં આવ્યું નહોતું. પરંતુ હવે જીટીએ-6 દ્વારા તેમને એક અલગ જ ઓળખ મળી છે.
