Vadodara: MSU ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં પ્રવેશ પ્રક્રિયાનો નવો તબક્કો, 2 જૂનથી મેરિટ લિસ્ટ અને ફિઝિકલ વેરિફિકેશન શરૂ

આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ તથા ઓફલાઈન માધ્યમથી પણ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 30 May 2026 07:48 AM (IST)Updated: Sat, 30 May 2026 07:48 AM (IST)
vadodara-msu-faculty-of-arts-ba-admission-2027-process-merit-list-gcas
HIGHLIGHTS
  • MS યુનિવર્સિટીમાં BA અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ
  • મેરીટ લિસ્ટ અને ફિઝિકલ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ

Vadodara MSU Admission: વડોદરામાં સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બેચલર ઓફ આર્ટ્સ (B.A.) અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની તબક્કાવાર માર્ગદર્શિકા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ’ (GCAS) પોર્ટલ મારફતે ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી ચલાવવામાં આવી રહી છે.

અરજીની ચકાસણી-મેરીટ લિસ્ટની તૈયારી

પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કા 'રજિસ્ટ્રેશન રાઉન્ડ-1' અંતર્ગત 7 મે-28 મે, 2026 સુધી વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન, ફી પેમેન્ટ અને વિષય પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે, 29 મે થી 1 જૂન, 2026 દરમિયાન પ્રાપ્ત થયેલી અરજીઓની ટેકનિકલ ચકાસણી હાથ ધરવામાં આવશે. જે બાદ MS યુનિવર્સિટી તથા GCAS નિયમો અનુસાર ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

પ્રવેશ પ્રક્રિયા માટે સત્તાવાર માર્ગદર્શિકા?

મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ, 2 જૂનથી 6 જૂન, 2026 દરમિયાન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ નીચે મુજબની પ્રક્રિયા ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે:

  • ઓનલાઈન કન્સેન્ટ: વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર લોગ-ઇન કરીને પોતાની એડમિશન ઓફર તપાસવાની રહેશે અને પોતાની ઉચ્ચ પ્રાથમિકતાવાળી કોલેજ માટે ઓનલાઈન કન્સેન્ટ આપવાનો રહેશે.
  • ફિઝિકલ વેરિફિકેશન (રૂબરૂ ચકાસણી): પ્રવેશ ઓફર મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ પોતાના અસલ (Original) પ્રમાણપત્રો, ઓફર લેટર અને સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલોના એક સેટ સાથે ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે રૂબરૂ હાજર રહેવું પડશે.
  • ફી પેમેન્ટ અને OTP કન્ફર્મેશન: દસ્તાવેજોની સફળ ચકાસણી બાદ વિદ્યાર્થીઓએ નિર્ધારિત ફી ભરવાની રહેશે અને તેમના મોબાઈલ પર આવનારા OTP દ્વારા પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.
  • પેટા વિષયોની પસંદગી: વિદ્યાર્થીઓએ પોતાના મુખ્ય (Major) વિષય સિવાયના અન્ય પેટા વિષયોની પસંદગી પણ બેઠકોની ઉપલબ્ધતા અને ફેકલ્ટીની સૂચના મુજબ આ જ સમયગાળામાં કરવાની રહેશે.

આ વાત ખાસ નોંધી લેજો!

MS યુનિવર્સિટી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે આ પ્રવેશ પ્રક્રિયામાં OTP આધારિત કન્ફર્મેશન ખૂબ જ મહત્વનું છે, તેથી વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર નોંધાયેલો પોતાનો મોબાઇલ નંબર એક્ટિવ રાખવો અનિવાર્ય છે. ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન પ્રોફ. કલ્પના ગાવલીના માર્ગદર્શન હેઠળ એડમિશન પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.