Top 5 AI Courses: ગુજરાતમાં આગામી સપ્તાહે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ અને પછી ધો.10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. જો કે અત્યારે ઘણાં વાલીઓ બાળકોના પરિણામ બાદ કંઈ લાઈન લેવી તેને લઈને મુંઝવણ અનુભવી રહ્યા છે.
જો કે બોર્ડની પરીક્ષાના માર્ક્સ તમારા ભવિષ્યનો નિર્ણય નથી કરતા, ખાસ કરીને આજના સ્કિલ્ડ બેઝ્ડ કલ્ચરમાં. જો તમારા ધોરણ 10 કે 12 બોર્ડમાં 60 ટકાથી ઓછા માર્ક્સ આવ્યા હોય, તો ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી.
આવા વિદ્યાર્થીઓએ એવા ક્ષેત્ર પર ધ્યાન આપવું જોઈએ, જ્યાં તમારી માર્કશીટ કરતાં તમારી સ્કીલને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય. આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) આવું જ એક ક્ષેત્ર છે.
AIમાં પણ અનેક શોર્ટ ટર્મ અને પ્રોફેશનલ કોર્સ એવા છે, જેમાં એડમિશન મેળવવા માટે તમારે કોઈ કટ-ઑફની જરૂર નથી હોતી. આથી તમને આવા કોર્સ વિશે જાણકારી હોય તે જરૂરી છે. આજે અમે આપને 5 એવા AI કોર્સ વિશે જણાવીશું, જે ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ માટે કરિયરની નવી દિશા ખોલી શકે છે.
ડિજિટલ માર્કેટિંગ એઆઈ (Digital Marketing with AI)
આજકાલ માર્કેટિંગ કરવાની રીત એકદમ બદલાઈ ચૂકી છે. જો તમે ક્રિએટિવ હોવ, તો AI આધારિત ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરી શકો છો. જેમાં તમને શીખવા મળશે કે, કેવી રીતે AI ટૂલ્સની મદદથી એડવર્ટાઈઝમેન્ટ ચલાવવી, કન્ટેન્ટ લખવું અને સોશિયલ મીડિયા મેનેજ કરવું?
એઆઈ ડેટા એનોટેશન (AI Data Annotation)
AIને શીખવવા માટે ડેટાને લેબલ કરવો પડે છે, જેને ડેટા એનોટેશન કહેવામાં આવે છે. આ એવા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે, જે ટેક ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવા માંગે છે. આ માટે કોઈ ખાસ ડિગ્રી કે હાઈ પર્સન્ટેજની જરૂર નથી હોતી.
એઆઈ પાવર્ડ ગ્રાફિક ડિઝાઈનિંગ (AI-Powered Design)
જો તમને પણ આર્ટ અને ડિઝાઈનમાં રસ હોય તો તમે AI ટૂલ્સ દ્વારા એડવાન્સ ડિઝાઇનિંગ શીખી શકો છો. આ કોર્સ એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ 10માં કે 12માં પછી તરત જ કમાણી શરૂ કરવા માંગે છે. ફ્રીલાન્સિંગની દુનિયામાં આ સ્કિલ્સની ભારે માંગ છે અને અહીં કોઈ તમારી માર્કશીટ માંગતું નથી.
પ્રોમ્પ્ટ એન્જીનિયરિંગ (Prompt Engineering)
અત્યારના જમાનામાં AI પ્રોમ્પ્ટ સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી સ્કિલ છે. આમાં તમારે કોડિંગ શીખવાની જરૂર નથી હોતી, પરંતુ AI મોડલ્સ પાસેથી સાચું અને ચોક્કસ કામ કરાવવાની કળા શીખવાની હોય છે.
પાઈથન ફૉર એઆઈ (Python for AI)
જો તમે કોડિંગમાં થોડો હાથ અજમાવવા માંગતા હોવ, તો પાયથન લેંગ્વેજથી શરૂઆત કરો. પાયથન શીખવી ખૂબ જ સરળ છે. ઘણી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને બૂટકેમ્પ્સ કોઈપણ કટ-ઓફ વગર પાયથન પ્રોગ્રામિંગ શીખવે છે.
