ITI Gandhinagar Admission 2026: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીનગર ખાતે પ્રવેશસત્ર-2026ના ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાલમાં કાર્યરત છે. જેમાં ઉમેદવારોને તેમની પસંદગીના ટ્રેડમાં ‘વહેલા તે પહેલા’ ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 14/08/2026 છે.
આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત સંસ્થામાં સુઈંગ ટેકનોલોજી, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વહિકલ, ફીટર, મશીનીષ્ટ, વેલ્ડર, આઈ.એમ., સોફ્ટવેર પ્રોગ્રામિંગ, આર્મેચર મોટર રિવાઈન્ડીંગ, ટુ વ્હીલર ઓટો રિપેરર, કોસ્મેટોલોજી, ડ્રાફ્ટમેન સિવિલ અને ડ્રાફ્ટમેન મિકેનિક જેવા વિવિધ ટ્રેડમાં જગ્યાઓ ઉપલબ્ધ છે.
આ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્વરે આઈ.ટી.આઈ. ગાંધીનગર, સેક્ટર-15ની રૂબરૂ મુલાકાત લઈ પોતાનો પ્રવેશ નિશ્ચિત કરી લેવો. આ ઉપરાંત itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી પણ પ્રવેશ મેળવી શકાશે.
ગાંધીનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં આવેલી સરકારી આઈ.ટી.આઈ. માં પણ પ્રવેશ પ્રક્રિયા કાર્યરત છે જેનો લાભ લેવા આચાર્ય વર્ગ-૧, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીનગરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
