ચ-0 સર્કલથી એરપોર્ટ સુધી 22 કિમી રોડની કાયાપલટ: રુ. 8 કરોડના ખર્ચે વાહનચાલકો માટે તૈયાર થશે સુરક્ષિત માર્ગ

વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં ગાંધીનગરના ચ-0 સર્કલથી અમદાવાદ એરપોર્ટ સુધીના 22 કિમીના માર્ગને અપગ્રેડ કરવાની મંજૂરી મળી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 27 Oct 2026 09:56 AM (IST)Updated: Tue, 27 Oct 2026 09:56 AM (IST)
gandhinagar-airport-road-upgrade-vibrant-gujarat-summit

Gandhinagar News: જાન્યુઆરીમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ સમિટ પૂર્વે ગાંધીનગરથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગને અપગ્રેડ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચ-0 સર્કલથી અમદાવાદ એરપોર્ટ સુધીના 22 કિમીના માર્ગ પર નવા ડામર કાર્પેટ પાથરવા સહિતના કામો માટે રુ.8 કરોડથી ઓછા ખર્ચની દરખાસ્તને સરકારે મંજૂરી આપી દીધી છે.

નવી ડામર કાર્પેટ પાથરવાનું આયોજન

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી પાટનગર યોજના વિભાગને સોંપવામાં આવી છે. ચ-0 સર્કલથી એરપોર્ટ સુધીના 22 કિમીના વિસ્તારમાં જ્યાં પણ મનપાને જરુરિયાત જણાશે. ત્યાં 30 મીમી જાડાઈની નવી ડામર કાર્પેટ પથરાશે. આ અપગ્રેડેશનથી રોડ પર વાહનચાલકોની સુરક્ષામાં વધારો થશે અને વાહનવ્યવહાર ખૂબ જ સરળ બનશે.

ઈન્દિરા બ્રિજનું કરાશે રિપેરિંગ

આ માર્ગ પર આવેલા અતિ મહત્વપૂર્ણ ઈન્દિરા બ્રિજની સપાટી ઘણી ઉબડખાબડ થઈ ગઈ છે. જેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી થાય છે. તેને ધ્યાને લઈને મેજર રિપેરિંગ કામગીરીની મંજૂરી આપવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા બ્રિજની સપાટી પરથી જૂના ડામરનું લેયર હટાવી દેવામાં આવશે, ત્યારબાદ જૂનું લેયર હટાવી લીધા પછી ડામરા બે નવા લેયર પાથરીને બ્રિજને કાયાપલટ કરવામાં આવશે,

લેન સુવિધા માટે રોડ ફર્નિચર તૈયાર કરાશે

નવી ડામર કાર્પેટની કામગીરી પૂરી થયા બાદ રોડ પર વાહનચાલકોને દિશા અને લેન અંગે સ્પષ્ટતા મળે તે હેતુથી અત્યાધુનિક રોડ ફર્નિચર ઉભું કરવામાં આવશે. જેમાં થર્મોપ્લાસ્ટિક પટ્ટા, કેટ આઈ, નવતર દિશાસૂચક બોર્ડ આ સમગ્ર વ્યવસ્થાથી વાયબ્રન્ટ સમિટ દરમિયાન દેશ-વિદેશથી આવતા મહેમાનો અને સ્થાનિક વાહનચાલકોને સીધો ફાયદો થશે.