ICSE Class 10th:ICSE ધોરણ 10 બોર્ડની એક્ઝામમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે મહત્વની માહિતી સામે આવી છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) તરફથી ICSE Class 10th ડેટ શીટ 2027 જાહેર કરી છે. ધોરણ-10 બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી થશે. CISCE તરફથી ધોરણ 10 બોર્ડ પરીક્ષા 31 માર્ચ 2027 સુધી યોજવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે ICSE ધોરણ 10 બોર્ડ પરીક્ષા કૂલ 2,835 સેન્ટર ખાતે યોજાશે. આ વખતે ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં કૂલ 2,69,955 વિદ્યાર્થી ભાગ લેશે. ધોરણ-10 એટલ કે ICSE પરીક્ષા કૂલ 76 વિષયો માટે યોજવામાં આવશે.
ICSE ધોરણ 10 પરીક્ષા ડેટશીટ વિદ્યાર્થી અને અરજદાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી રહ્યા છે. આ ડેટશીટ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ પગલાથી જાણી શકાય છે.
- ICSE ધોરણ 10માં ડેટશીટ ડાઉનલોટ કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ cisce.org વિઝીટ કરો.
- વેબસાઈટના હોમપેજ પર એક્ઝામિનેશન સેક્શન પર ICSE Examination સેક્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ ICSE Class 10 તારીખ શીટ 2027 લિંક પર ક્લિક કરવી.
- લિંક પર ક્લિક બાદ ડેટશીટ સ્ક્રીન પર ઓપન થઈ જશે.
- છેવટે તેનો એક પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાય છે.
આ સાથે જ ICASને લગતી પરીક્ષા સમયે આ વખતે ફેરફાર કરવામાં આવેલ છે. મળતી માહિતી પ્રમાણે સવારે 10 વાગે વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવામાં આવશે. ત્યારબાદ 10.15 વાગે વિદ્યાર્થીને એન્કર કીમાં જવાબ લખી શકાશે. 10.45 વાગે વાંચવા તથા જવાબ લખવા માટે 11 વાગે લખવા સમય નક્કી કરાશે. અલબત ICSE 2027 બોર્ડ પરીક્ષાનો સમય ફેરફાર કરવામાં આવેલ છે.
