Govt Job News: GSSSB દ્વારા સ્ટાફ નર્સની ભરતી જાહેર, ₹40,800 સુધીનો પગાર; જાણો અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વની તારીખો

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 12 ઓક્ટોબર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 03 Oct 2026 02:46 PM (IST)Updated: Sat, 03 Oct 2026 02:46 PM (IST)
gsssb-staff-nurse-recruitment-2026-131-vacancies-salary-eligibility-online-apply-process-details
GSSSB દ્વારા સ્ટાફ નર્સની ભરતી જાહેર

GSSSB Staff Nurse Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના કામદાર રાજ્ય વીમા યોજના નિયામકની કચેરી હસ્તક સ્ટાફ નર્સ (વર્ગ-3) ની એકંદર 131 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઈટ પર જઈને 12 ઓક્ટોબર 2026 સુધી અરજી કરી શકે છે.

સ્ટાફ નર્સની ભરતી અને કેટેગરી વાઈઝ જગ્યાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 458/2026-27 અનુસાર સ્ટાફ નર્સ વર્ગ-3 સંવર્ગમાં કુલ 131 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેર કરવામાં આવશે. કક્ષાવાર જગ્યાની વિગત મુજબ:

 કેટેગરી કુલ જગ્યા મહિલા અનામત
સામાન્ય બેઠક 46 15
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 13 4
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) 45 14
અનુસૂચિત જાતિ (SC) 16 5
અનુસૂચિત જનજાતિ (ST) 11 3
માજી સૈનિક 13 -

ભરતી માટેની શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. 40,800 ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. પાંચ વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. 18 વર્ષથી 35 વર્ષ સુધીની વયના ઉમેદવાર અરજી કરી શકે છે. જોકે, કેટલાક કક્ષાવાર ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની નક્કી કરેલી શૈક્ષણિક લાયકાત અનુસાર:

  • માન્ય યુનિવર્સિટીમાંથી B.Sc. (Nursing) ડિગ્રી અથવા માન્ય સંસ્થામાંથીDiploma in General Nursing Midwifery (GNM).
  • કોમ્પ્યુટરના બેઝીક નોલેજ અંગેની યોગ્ય જાણકારી.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન.
  • નિમણૂક સમયે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (Gujarat Nursing Council) રજિસ્ટ્રેશ ફરજિયાત.

સ્ટાફ નર્સની ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પોર્ટલ પર જવું.
  • જો OTR (One Time Registration) ન કરેલું હોય તો પ્રથમ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવું.
  • "Online Application" વિકલ્પમાં જઈ GSSSB જાહેરાત ક્રમાંક 458/2026-27 પસંદ કરી "Apply Now" પર ક્લિક કરવું.
  • પોતાની તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરીને ફોટો-સિગ્નેચર અપલોડ કરવા.
  • વિગતો ચકાસ્યા બાદ અરજી "Confirm" કરી કન્ફર્મેશન નંબર મેળવવો અને પ્રિન્ટ આઉટ સાચવી રાખવી.

ભરતી અંગે મહત્વની તારીખો અને પરીક્ષા ફી

આ ભરતી માટે 28 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર, 2026 સુધી અરજી કરી શકાશે. બિનઅનામત કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 500 તથા મહિલાઓ, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ અને માજી સૈનિક સહિત અનામત કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 400 ફી છે. ભરતી માટે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ નિયમાનુસાર ફી પરત (Refund) મળશે. ઓનલાઈન ફી 15 ઓક્ટોબર સુધીમાં ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI કે વોલેટ દ્વારા ભરી શકાશે.

પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ (MCQ Test)

આ ભરતી માટે કુલ 200 ગુણની MCQ પદ્ધતિથી લેખિત પરીક્ષા યોજાશે, જેમાં બે પેપર રહેશે:

પેપર-1 (નર્સિંગ વિષય - 100 ગુણ, સમય: 2 કલાક)

ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, મેડીકલ સર્જિકલ નર્સિંગ, મીડવાઇફરી અને પીડીયાટ્રીક નર્સિંગ, મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ તથા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રત્યેક વિષય માટે 20-20 ગુણ રહેશે.

પેપર-2 (ગુજરાતી ભાષા - 100 ગુણ, સમય: 2 કલાક)

  • ભાષા (Language): 30 ગુણ
  • વ્યાકરણ (Grammar): 40 ગુણ
  • સાહિત્ય (Literature): 30 ગુણ

નેગેટિવ માર્કિગ: ખોટા જવાબ માટે 1/4 (0.25) માર્ક્સ નેગેટિવ ગણાશે.

ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ: પેપર 1-2 બંનેમાં સ્વતંત્ર ન્યૂનતમ 40% ગુણ મેળવવા ફરજિયાત