GSSSB Pharmacist & Compounder Recruitment 2026: ગુજરાતમાં સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની આયુષની કચેરીમાં ફાર્માસિસ્ટ-કમ્પાઉન્ડર , વર્ગ-3 ની જગ્યાઓ માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા જેવી તમામ મહત્વપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
ભરતીની મુખ્ય વિગતો અને બેઠકોનું વર્ગીકરણ
GSSSB દ્વારા આ ભરતી અંતર્ગત કુલ 184 જગ્યાઓ ભરવામાં આવશે. કેટેગરી પ્રમાણે જગ્યાઓની વહેંચણી નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે:
| વિગત | માહિતી |
|---|---|
| આયોજક સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| સંબંધિત વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (આયુષની કચેરી) |
| પોસ્ટનું નામ | ફાર્માસિસ્ટ-કમ્પાઉન્ડર (આયુર્વેદ), વર્ગ-3 |
| કુલ ઉપલબ્ધ જગ્યાઓ | 184 |
| અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન (OJAS પોર્ટલ મારફતે) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 29-05-2026 |
કેટેગરી મુજબ જગ્યાઓ:
બિન અનામત (General): 88 જગ્યાઓ
આર્થિક રીતે નબળા વર્ગ (EWS): 41 જગ્યાઓ
અનુસૂચિત જનજાતિ (ST): 32 જગ્યાઓ
અનુસૂચિત જાતિ (SC): 5 જગ્યાઓ
જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ
ડિગ્રી: માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી (આયુર્વેદ) માં સ્નાતકની પદવી (Bachelor's Degree) મેળવેલી હોવી જોઈએ.
અનુભવ: ફાર્માસિસ્ટ અથવા કમ્પાઉન્ડર તરીકે અંદાજે બે વર્ષનો કાર્યકાળનો અનુભવ હોવો જરૂરી છે.
અન્ય કૌશલ્ય: ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું (Basic) જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
આકર્ષક પગાર ધોરણ
પ્રથમ 5 વર્ષ (ફિક્સ પગાર): સફળતાપૂર્વક પસંદ પામેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹40,800 ફિક્સ વેતન આપવામાં આવશે.
નિયમિત નિમણૂક: 5 વર્ષની સેવા સંતોષકારક પૂર્ણ કર્યા બાદ, સાતમા પગાર પંચના લેવલ-5 મુજબ ₹29,200 થી ₹92,300 ના નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવાની સરળ રીત
સૌ પ્રથમ ગુજરાત સરકારના સત્તાવાર ઓજસ પોર્ટલ https://ojas.gujarat.gov.in પર જાઓ.
હોમ પેજ પર આપેલા "Current Advertisement" વિકલ્પ પર ક્લિક કરો.
જે બાદ વિભાગોની યાદીમાંથી "GSSSB" પર ક્લિક કરવાથી આ ભરતીની લિંક જોવા મળશે.
ફાર્માસિસ્ટ-કમ્પાઉન્ડર ભરતીની સામે આપેલા "Apply Online" બટન પર ક્લિક કરીને તમારી વિગતો ભરો.
ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેને 'Final Submit' કરો અને ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ચોક્કસ કાઢી લો.
