GSEB SSC (Class 10) and HSC (Class 12) Result 2026 Live (ધોરણ 10 અને 12 નું પરિણામ 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2026ની બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓ જે આતુરતાથી પોતાના ભવિષ્યના ફેંસલાની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ના પરિણામો મે 2026 ના પ્રથમ અને બીજા સપ્તાહ દરમિયાન જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
GSEB Result 2026 LIVE: ક્યારે જાહેર થશે ધોરણ 10 અને 12નું પરિણામ?
બોર્ડના સૂત્રો અને અગાઉના વર્ષોના વલણો મુજબ, પરિણામો તબક્કાવાર જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે બોર્ડ પહેલા ધોરણ 12 ના પરિણામો જાહેર કરે છે અને ત્યારબાદ ધોરણ 10 ના પરિણામોની જાહેરાત કરવામાં આવે છે. સંભવિત સમયપત્રક નીચે મુજબ હોઈ શકે છે:
- ધોરણ 12 (HSC) વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ: મે 2026 ના પ્રથમ સપ્તાહમાં.
- ધોરણ 10 (SSC): મે 2026 ના બીજા સપ્તાહમાં (ધોરણ 12 ના પરિણામો જાહેર થયાના થોડા દિવસો બાદ).
જોકે, બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિણામો નિર્ધારિત સમય મર્યાદામાં જ જાહેર થશે.
GSEB બોર્ડ પરીક્ષા ધોરણ 10 રીઝલ્ટ 2026
ગુજરાત બોર્ડ ધોરણ 10 (SSC)નું રીઝલ્ટ મે 2026માં જાહેર થવાની શક્યતા છે. રીઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પોતાનું રીઝલ્ટ જોઈ શકશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રોવિઝનલ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે, પરંતુ શાળા દ્વારા આપવામાં આવતી ભૌતિક માર્કશીટ જ સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે. રીઝલ્ટ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ તેમની GSEB હોલ ટિકિટ તૈયાર રાખવી જરૂરી છે.
GSEB બોર્ડ પરીક્ષા ધોરણ 12 રીઝલ્ટ 2026
ગુજરાત બોર્ડ ધોરણ 12 (HSC)નું રીઝલ્ટ પણ મે 2026માં જાહેર થવાની સંભાવના છે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ gseb.org પર જઈને પોતાનું રીઝલ્ટ ચકાસી શકશે. ધોરણ 12નું રીઝલ્ટ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ (Arts અને Commerce) માટે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરી શકશે, પરંતુ સત્તાવાર માર્કશીટ શાળા દ્વારા જ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ તેમના રીઝલ્ટ ચકાસવા માટે તેમની GSEB હોલ ટિકિટ તૈયાર રાખવી આવશ્યક છે.
GSEB SSC/HSC રીઝલ્ટ 2026 SMS દ્વારા ચેક કરવાના સ્ટેપ્સ
વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ રીઝલ્ટ મેળવી શકે છે. SMS દ્વારા રીઝલ્ટ જોવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો:
- Step 1: મોબાઇલમાં SMS એપ્લિકેશન ખોલો.
- Step 2: SMS લખો – SSC/HSC Seat Number
- Step 3: આ મેસેજ 56263 નંબર પર મોકલો.
- Step 4: થોડા સમયમાં રીઝલ્ટ SMS દ્વારા મળશે.
WhatsApp દ્વારા GSEB રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
- Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
- Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
- Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
- Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.
GSEB Result 2026 Live: GSEB SSC અને HSC રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે:
- Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- Step 2: SSC અથવા HSC Result લિંક પર ક્લિક કરો.
- Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
- Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
- Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.
ગુજરાત બોર્ડનું રીઝલ્ટ 2026 જાહેર થયા પછી શું?
SSC અને HSC રીઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓએ પોતાની મૂળ માર્કશીટ સંબંધિત શાળામાંથી મેળવવી પડશે.
- ધોરણ 10 પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવી શકે છે અને Arts, Commerce અથવા Scienceમાંથી કોઈપણ પ્રવાહ પસંદ કરી શકે છે.
- ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ ભારત અથવા વિદેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પોતાના પસંદગીના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.
GSEB કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2026
GSEB SSC અને HSC રીઝલ્ટ 2026 મે 2026 સુધીમાં જાહેર થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયત્નમાં પાસ ન થઈ શકે તેઓ Compartment Exam માટે અરજી કરી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટેની અરજીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ રહેશે.
ગુજરાત બોર્ડ GSEB વિશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) રાજ્યમાં SSC અને HSC સ્તરની પરીક્ષાઓનું આયોજન કરે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં ભાગ લે છે. તે ઉપરાંત, બોર્ડ રાજ્યમાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે GUJCET પ્રવેશ પરીક્ષાનું પણ આયોજન કરે છે.
GSEB રીઝલ્ટ 2026 માં ઉલ્લેખિત વિગતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.
GSEB માર્કશીટમાં નીચેની માહિતી શામેલ હશે:
- ઉમેદવારનું નામ
- રોલ નંબર
- વિષય કોડ્સ
- દરેક વિષયમાં મેળવેલા ગુણ
- કુલ મેળવેલા ગુણ
- ટકાવારી
- ગ્રેડ
GSEB Result 2026 Live: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવી હતી?
નોંધનીય છે કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science Stream) ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ (General Stream – કોમર્સ) ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાઈ હતી. હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
| પરીક્ષા | તારીખ |
| GSEB ધોરણ 10 SSC પરીક્ષા | 26 ફેબ્રુઆરી – 16 માર્ચ, 2026 |
| GSEB ધોરણ 12 HSC સામાન્ય પ્રવાહ પરીક્ષા | 26 ફેબ્રુઆરી – 16 માર્ચ, 2026 |
| GSEB ધોરણ 12 HSC વિજ્ઞાન પરીક્ષા | 26 ફેબ્રુઆરી – 13 માર્ચ, 2026 |
GSEB SSC (ધોરણ 10) અને HSC (ધોરણ 12) બોર્ડ પરીક્ષા 2026 હાઇલાઇટ્સ
| વિગત | માહિતી |
| બોર્ડનું નામ | ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) |
| પરીક્ષાનું નામ | SSC (ધોરણ 10) અને HSC (ધોરણ 12) બોર્ડ પરીક્ષા |
| શૈક્ષણિક સત્ર | 2025-2026 |
| GSEB પરીક્ષાની તારીખો | 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 |
| રીઝલ્ટની જાહેરાત સત્તાવાર વેબસાઇટ | gseb.org |
| અપેક્ષિત પરિણામ તારીખ | મે 2026 ના પ્રથમ / બીજા અઠવાડિયામાં |
| રીઝલ્ટનું નામ | ગુજરાત બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ 2026 |
| રીઝલ્ટ ક્યાં ચેક કરવું | ઓનલાઇન પોર્ટલ, એસએમએસ, વોટ્સએપ |
| જરૂરી ઓળખપત્રો | રોલ નંબર |
