GPSC Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નોકરીની સુવર્ણ તક લઈને આવ્યું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડની ક્લાસ-1 અને ક્લાસ 2ના વહીવટી અને ટેક્નિકલ સંવર્ગોમાં પડેલી કુલ 15 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતી ઝુંબેશમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 6 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. તેમજ 9 જગ્યાઓ પર ભરતી કરાશે.
ઉમેદવારો ક્યારે ફોર્મ ભરી શકે?
આ પણ વાંચો
GPSC ક્લાસ 1 અને 2 માં ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારો તારીખ 24 સપ્ટેમ્બરથી સત્તાવાર વેબસાઈટ ઓજસ પર ઓનલાઈન અરજી કરી શકે છે, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. https://ojas.gujarat.gov.in/
વય મર્યાદા
ગુજરાત મેરીટાઇમ બોર્ડની ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો, ક્લાસ 1ના પદો માટે મહત્તમ વય મર્યાદા 45 વર્ષ નિર્ધારિત કરાવામાં આવી છે અને ક્લાસ 2ના પદો માટેના ઉમેદવારોની વય મર્યાદા 18થી 40 નક્કી કરાઈ છે. SC/ST અને અનામત વર્ગો, દિવ્યાંગ ઉમેદવારો માટે સત્તાવાર નિયમો મુજબ વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
લાયકાત
એન્જિનિયરિંગ અને ટેકનિકલ જગ્યાઓ જગ્યાઓ માટે ઉમેદવારોએ સંબંધિત બ્રાન્ચમાંથી બી ઈ કે બી ટેકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. મરીન એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ કે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી હોવી જરૂરી છે. જ્યારે વહીવટી જગ્યાઓ માટે ઉમેદવારોની લાયકાતની વાત કરીએ તો, માન્ય યુનિવર્સિટીઓમાંથી બેચલરની ડિગ્રી મેળવેલી હોવી જરુરી છે. જયારે વહીવટને સંબંધિત જગ્ચાઓ માટે MBA અથવા PGDMનો અભ્યાસ કર્યો છે.
| હોદ્દો | ખાસ દિવ્યાંગ માટેની ભરતી સંખ્યા |
| મરીન ઈજનેર | 01 |
| ઈજનેર સર્વેયર | 01 |
| બંદર અધિકારી - અધિક બંદર અધિકારી | 01 |
| મ. બંદર અધિકારી | 01 |
| ટ્રાફિક ઓફિસર | 01 |
| સેફ્ટી ઓફિસર | 01 |
| કુલ (Total) | 06 |
