CBSE 12th Result 2026 Live: ધોરણ 12નું પરિણામ જાહેર, વેબસાઈટ સહિત DigiLocker-UMANG એપ પર પણ ચેક કરી શકો છો રીઝલ્ટ

CBSE Class 12th Result 2026 Live Updates: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 13 May 2026 11:43 AM (IST)Updated: Wed, 13 May 2026 03:50 PM (IST)
cbse-board-class-12-result-2026-live-updates-date-time-direct-link-and-download-steps

CBSE Class 12th Result 2026 Live Updates (CBSE ધોરણ 12નું રીઝલ્ટ 2026): સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત સાથે જ ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.

CBSE 12th Result 2026: કેવી રીતે જોશો પરિણામ?

વિદ્યાર્થીઓ નીચે મુજબના પ્લેટફોર્મ પરથી તેમની પ્રોવિઝનલ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે:

  • results.cbse.nic.in
  • cbse.gov.in
  • cbseresults.nic.in
  • DigiLocker અને UMANG એપ

CBSE 12th Result 2026: પરિણામ ચેક કરવા માટે જરૂરી વિગતો

  • રોલ નંબર
  • સ્કૂલ નંબર
  • જન્મ તારીખ
  • એડમિટ કાર્ડ ID

જે વિદ્યાર્થીઓએ પોતાના આધાર કાર્ડને DigiLocker સાથે લિંક કર્યું છે, તેઓ સીધા જ એપ્લિકેશન દ્વારા પોતાના ડિજિટલ દસ્તાવેજો મેળવી શકશે.

CBSE 12th Result 2026: ઓનલાઈન પરિણામ તપાસવા માટેના સ્ટેપ્સ

  • સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: હોમ પેજ પર ‘CBSE 12th Result 2026’ લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તમારો રોલ નંબર, શાળા નંબર અને એડમિટ કાર્ડ ID દાખલ કરો.
  • સ્ટેપ 4: વિગતો સબમિટ કર્યા પછી તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 5: ભવિષ્યના સંદર્ભ માટે પરિણામની PDF ફાઇલ સેવ કરો અને તેનું પ્રિન્ટઆઉટ લેવું હિતાવહ છે.

CBSE 12th Result 2026: DigiLocker દ્વારા માર્કશીટ કેવી રીતે મેળવવી?

વેબસાઇટ સિવાય, વિદ્યાર્થીઓ DigiLocker એપ અથવા વેબસાઇટ (digilocker.gov.in) દ્વારા પણ તેમની ડિજિટલ માર્કશીટ મેળવી શકે છે:

  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા આધાર નંબરનો ઉપયોગ કરીને લોગ-ઈન કરો.
  • ‘Issued Documents’ વિભાગમાં જાઓ અને યાદીમાંથી ‘CBSE’ વિકલ્પ પસંદ કરો.
  • ‘Class 12 Marksheet 2026’ પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર અને પાસ થવાનું વર્ષ દાખલ કરો.
  • તમારી ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ થઈ જશે, જેનો તમે ગમે ત્યાં સત્તાવાર ઉપયોગ કરી શકો છો.

CBSE 12th Result 2026: પાસ થવા માટેના લઘુત્તમ ધોરણો

CBSE ના નિયમો અનુસાર, વિદ્યાર્થીએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરવા માટે દરેક વિષયમાં અને કુલ મળીને ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા ફરજિયાત છે. જો કોઈ વિદ્યાર્થી એક કે બે વિષયમાં લઘુત્તમ ગુણ મેળવવામાં નિષ્ફળ રહેશે, તો તેણે બોર્ડ દ્વારા આયોજિત પૂરક પરીક્ષા (Compartment Exam) આપવી પડશે.

CBSE 12th Result 2026: માર્કશીટ ડાઉનલોડ કરવાની 6 સૌથી ઝડપી રીતો

સત્તાવાર પોર્ટલ દ્વારા

વિદ્યાર્થીઓ cbseresults.nic.in, results.cbse.nic.in અથવા cbse.gov.in પર જઈને ‘Senior Secondary School Examination (Class XII) 2026’ લિંક પર ક્લિક કરી પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી દાખલ કરીને રિઝલ્ટ જોઈ શકશે.

ડિજીલોકર (DigiLocker)

APAAR ID ધરાવતા વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ ડિજીલોકરના ‘Issued Documents’ વિભાગમાં આપમેળે મળી જશે. અન્ય વિદ્યાર્થીઓ તેમની શાળા દ્વારા આપવામાં આવેલા 6-અંકના સિક્યોરિટી પિન દ્વારા લોગ-ઈન કરી શકે છે.

ઉમંગ (UMANG) એપ

મોબાઈલ યુઝર્સ ઉમંગ એપ ડાઉનલોડ કરીને તેમાં CBSE સર્ચ કરી ધોરણ 12નું પરિણામ જોઈ શકશે અને માર્કશીટની સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકશે.

SMS (ઓફલાઇન મોડ)

ઈન્ટરનેટ વગર પણ પરિણામ જાણી શકાય છે. તેના માટે ફોન પર cbse12 <રોલ નંબર> <સ્કૂલ નંબર> <સેન્ટર નંબર> ટાઈપ કરીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે.

IVRS (ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ)

વિદ્યાર્થીઓ ટેલિફોનિક લાઇન દ્વારા પણ ગુણ જાણી શકે છે. દિલ્હીના વિદ્યાર્થીઓ માટે 24300699 અને અન્ય પ્રદેશો માટે 011-24300699 નંબર પર કોલ કરવાની સુવિધા છે.

SMS ઓર્ગેનાઇઝર એપ્લિકેશન

માઇક્રોસોફ્ટની આ એપમાં પ્રી-રજિસ્ટ્રેશન કરાવવાથી, પરિણામ જાહેર થતાની સાથે જ યુઝર ઓફલાઇન હોય તો પણ સીધી નોટિફિકેશન અને ગુણની વિગત મળી જાય છે.

CBSE 12th Result 2026: પરિણામ પછીની પ્રક્રિયા

પરિણામની જાહેરાત બાદ, બોર્ડ દ્વારા ગુણની ચકાસણી (Verification), ઉત્તરવહીઓની ફોટોકોપી મેળવવી, પુનઃમૂલ્યાંકન (Re-evaluation) અને કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓ માટેની અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત માહિતી માટે નિયમિતપણે સત્તાવાર પોર્ટલ ચેક કરતા રહે અને પોતાની શાળાના સંપર્કમાં રહે.

CBSE 12th Result 2026: 18.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

શૈક્ષણિક સત્ર 2026 માટે ધોરણ 12ની પરીક્ષાઓ દેશભરના હજારો કેન્દ્રો પર 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે કુલ 18.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 8 લાખથી વધુ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.

CBSE 12th Result 2026: પાસ થવા માટેના લઘુત્તમ ધોરણો

CBSEની માર્ગદર્શિકા મુજબ, વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. જે વિષયોમાં પ્રેક્ટિકલ અથવા આંતરિક મૂલ્યાંકનનો સમાવેશ થાય છે, તેમાં ઉમેદવારોએ થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને વિભાગમાં અલગ-અલગ રીતે લઘુત્તમ લાયકાત ગુણ મેળવવાના રહેશે.