CAT 2026 આપનારા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો! અમદાવાદ-ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા, જાણો નિયમો

CAT 2026 પરીક્ષા આજે અમદાવાદ-ગાંધીનગર સહિત દેશના 170 શહેરોમાં યોજાશે. ગુજરાતના 10 હજાર અને અમદાવાદના 6 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Nov 2026 09:15 AM (IST)Updated: Sun, 29 Nov 2026 09:15 AM (IST)
cat-2026-exam-ahmedabad-gandhinagar-exam-centre-rules

CAT Exam 2026: આજે દેશભરમાં 170 શહેરોમાં 22 આઈઆઈએમની 7 હજારથી વધુ બેઠકો માટે CAT 2026 યોજાવા જઈ રહી છે. આઈઆઈએમ-ઈન્દોરના ઉપક્રમે લેવાનારી આ પરીક્ષામાં દેશના 2.84 લાખ અને ગુજરાતના 10 હજાર વિદ્યાર્થીઓ સહિત અમદાવાદના 6 હજાર ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાની તૈયારીની સાથે સાથે સેન્ટર પરના કડક નિયમો, જરૂરી દસ્તાવેજો અને સમયસર પહોંચવાની વ્યવસ્થા કરવી ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે. અમદાવાદ-ગાંધીનગરમાં કેટલાક ઉમેદવારો ને 20થી 30 કિમી દૂરના સેન્ટર ફાળવાયા હોવાથી મુસાફરી અને રિપોર્ટિંગ સમયનું આયોનજ કરવું જરૂરી છે.

પરીક્ષા કેન્દ્ર પર શું સાથે લઈ જવું અને કઈ વસ્તુઓ પર પ્રતિબંધ છે?

CAT 2026ના ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે સુરક્ષા અને ચકાસણીના નિયમોનું પાલન કરવાનું રહેશે. ઉમેદવારોએ ટેસ્ટ ક્લોઝિંગ ટાઈમથી ઓછામાં ઓછા એક કલાક પહેલાં કેન્દ્ર પર પહોંચી જવું હિતાવહ છે.

સાથે રાખવાની જરૂરી વસ્તુઓ

  • એડમિટ કાર્ડની પ્રિન્ટ
  • એક ઓરિજિનલ ફોટો આઈડી (આધાર, પાન અથવા ડ્રાઈવિંગ લાયસન્સ)
  • એક પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • પારદર્શક (ટ્રાન્સપરન્ટ) પાણીની બોટલ

કેન્દ્રમાં લઈ જવાની મનાઈ (પ્રતિબંધિત વસ્તુઓ)

  • કોઈ પણ પ્રકારની મેટલની વસ્તુ
  • ધાર્મિક કડું અથવા કાંડા પર પહેરવાની મેટલની વસ્તુ
  • બેલ્ટ, પર્સ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ (જે કેન્દ્રની બહાર મૂકવી પડશે)

અમદાવાદ-ગાંધીનગરમાં કયા વિસ્તારોમાં ટેસ્ટ સેન્ટર?

આ વખતે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ટેસ્ટ સેન્ટર ફાળવવામાં આવ્યા છે. બોપલથી નિકોલ (લગભગ 20 કિમી) અને બોડકદેવ-વસ્ત્રાપુરથી ચિલોડા-ઉવારસદ (લગભગ 30 કિમી) જેવા અંતરે કેન્દ્રો આવતા કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રાફિક, વહેલી સવારના રિપોર્ટિંગ અને મુસાફરીના સમય અંગે અગવડતા વ્યક્ત કરી છે.

અમદાવાદ-ગાંધીનગરના મુખ્ય CAT ટેસ્ટ સેન્ટર વિસ્તારોમાં નીચે મુજબના સ્થળોનો સમાવેશ થાય છે:

  • ઈ-ટ્રિનિટી કેમ્પસ
  • ઉવારસદ
  • ગાંધીનગર
  • ઓઢવ
  • વસ્ત્રાલ
  • બોપલ
  • મોટા ચિલોડા

પરીક્ષા ખંડમાં સમય અને પ્રશ્નોનું સંચાલન કેવી રીતે કરવું?

CAT પરીક્ષા 68 પ્રશ્ન અને 204 ગુણના માળખામાં ત્રણ સ્લોટમાં લેવામાં આવે છે. કેટ કોચિંગ એક્સપર્ટ રોહન ગર્ગના મતે, આ એપ્ટિટ્યુડ ટેસ્ટ હોવાથી પરીક્ષાના અંતિમ સમયે રિવિઝન ટાળવું જોઈએ.

  • શરૂઆતમાં પ્રશ્નોની પસંદગી: VARC, DILR અને QA વિભાગની શરૂઆતમાં 2-3 મિનિટ પ્રશ્નો જોઈને યોગ્ય પ્રશ્નો પસંદ કરો.
  • સમયની ફાળવણી: દરેક વિભાગ માટે મળતી 40 મિનિટનો અસરકારક ઉપયોગ કરો (દરેક સેક્શનમાં આશરે 22-24 પ્રશ્ન હોય છે).
  • ચોકસાઈ પર ભાર: નેગેટિવ માર્કિંગને ધ્યાનમાં રાખીને અંદાજ લગાવવાને બદલે ચોકસાઈ જાળવો.
  • માનસિક શાંતિ: નવો ટોપિક કે પ્રશ્ન આવે તો ગભરાશો નહીં, કારણ કે તે તમામ ઉમેદવારો માટે સમાન હોય છે.
  • અટકી ન જાવ: મુશ્કેલ પ્રશ્ન પાછળ સમય ન બગાડો અને તણાવ અનુભવાય ત્યારે ઊંડો શ્વાસ લો.