BOI SO Admit Card 2026:બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયલ ઓફિસર- SO પરીક્ષા માટે એડમિટ કાર્ડ ઈશ્યુ કર્યું, ડાઉનલોડ કેવી રીતે કરવું તેની પૂરી માહિતી જાણો

સ્પેશિયલ ઓફિસરની પરીક્ષા 27 નવેમ્બર 2026ના રોજ યોજાશે.આ પરીક્ષા 125 માર્કની રહેશે અને તેમાં ઈંગ્લિશ તથા વ્યવસાયિક વિષયોને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 20 Nov 2026 01:13 PM (IST)Updated: Fri, 20 Nov 2026 01:13 PM (IST)
boi-so-admit-card-2026-bank-of-india-has-issued-the-admit-card-for-the-special-officer-exam

BOI SO Admit Card 2026:બેન્ક ઓફ ઈન્ડિયા-BoI દ્વારા આગામી સ્પેશિયલ ઓફિસર SO ને લગતી પરીક્ષાને લઈ આજે ઉમેદવારો માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. આ સાથે આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ બેન્ક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પરથી એડમિટ કાર્ડને ડાઉનલોડ કરી શકે છે અને પરીક્ષામાં બેસી શકે છે. અલબત આ એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેને લગતા પગલાં નીચે દર્શાવવામાં આવ્યા છે.

  • સૌથી પહેલા ઉમેદવારે પરિણામ સંબંધિત માહિતી ડાઉનલોડ કરવા માટે બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર જાઓ.
  • વેબસાઈટના હોમપેજ પર કરિયર સેક્શન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ ત્યા ઉપલબ્ધ SO Admit Card 2026ને લગતી લિંક પર ક્લિક કરવું.
  • અહીં લિંક પર ક્લિક કર્યાં બાદ આ સંદર્ભમાં માંગવામાં આવેલી માહિતી યોગ્ય રીતે ભરી લેવી
  • ત્યારબાદ જે પેજ પર ખુલતી માહિતી પરથી ઉમેદવાર પ્રિન્ટ આઉટ કાઢી શકે છે.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યાં બાદ શું કરવું

એડમિટ કાર્ડને ડાઉનલોડ કર્યાં બાદ ઉમેદવારોએ તેમાં આપવામાં આવેલી વિવિધ માહિતી જેવી કે નામ, રોલ નંબર, પરીક્ષાનું નામ, પરીક્ષાની તારીક તથા શિફ્ટ વગેરે અંગે ધ્યાનપૂર્વક માહિતી તપાસી લેવી જરૂરી છે. જેથી કોઈ ખોટી માહિતી હોય તો તે તાત્કાલિક ધ્યાનમાં આવી શકે અને પરીક્ષા સંબંધિત તમામ બાબત ધ્યાનમાં રહે.

આ પરીક્ષા ક્યારે યોજાશે, તારીખ આવી સામે

સ્પેશિયલ ઓફિસરની પરીક્ષા 27 નવેમ્બર 2026ના રોજ યોજાશે.આ પરીક્ષા 125 માર્કની રહેશે અને તેમાં ઈંગ્લિશ તથા વ્યવસાયિક વિષયોને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષાનો સમય આશરે 100 મિનિટ જેટલો રહેશે. વિવિધ કેટેગરી માટે પાસ થવાના ગુણોનું પ્રમાણ 30 માર્ક છે. એટલે કે ST, SC, OBC ઉમેદવારો માટે માર્ક 30 રહેશે. અલબત આ લેખિત પરીક્ષામાં પાસ થયા બાદ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ માટે તૈયારી કરવાની રહેશે. ઉમેદવારોને ત્યારબાદ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.