Amreli ITI Admission 2026: અમરેલી જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે શૈક્ષણિક વર્ષ 2026 માટે આગામી 10 સપ્ટેમ્બર, 2026 સુધી સુધી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ થશે.
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, સંસ્થાઓ ખાતે મૂળ રાજ્ય વ્યવસાય (GCVT) ના ટ્રેડ તથા NCVT Non-Affiliated ટ્રેડની ખાલી રહેલ બેઠકો પર વધુમાં વધુ ઉમેદવારો પ્રવેશ મેળવી શકે તે હેતુથી ખાલી રહેલ બેઠકો પર આગામી 10 સપ્ટેમ્બર સુધી 'વહેલા તે પહેલા' ના ધોરણે અરજી ફોર્મ ભરવા અંગેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
આથી જે ઉમેદવારો ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અથવા પ્રવેશ મળ્યો ન હોય, તે તમામ ઉમેદવારોએ નજીકની ITIનો રૂબરૂ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે.
અમરેલી જિલ્લાના તમામ ઉત્સુક અને લાયક ભાઈઓ-બહેનોને રોજગારીલક્ષી ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આ ચોથા રાઉન્ડનો મહત્તમ લાભ લેવા અમરેલી ITI આચાર્ય દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
