Ekadashi 2027 List: વર્ષ 2027માં એકાદશી ક્યારે છે? જાણો અહીં સંપૂર્ણ એકાદશી વ્રત કેલેન્ડર

અહીં ડિસેમ્બર 2026થી ઓક્ટોબર 2027 સુધીની તમામ એકાદશીની સંપૂર્ણ તારીખો અને કેલેન્ડર આપવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 24 Nov 2026 03:57 PM (IST)Updated: Tue, 24 Nov 2026 03:57 PM (IST)
ekadashi-2027-list-in-gujarati-vrat-dates-days-parana-time-and-tithi-calendar

Ekadashi 2027 List in Gujarati | એકાદશી 2027 લિસ્ટ: હિન્દુ ધર્મમાં તમામ વ્રતોમાં એકાદશીના વ્રતને સર્વશ્રેષ્ઠ અને અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. જગતના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત આ પવિત્ર તિથિ દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં એમ બે વાર આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, નિયમ અને શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે, ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ વર્ષ 2027માં એકાદશીના વ્રત કરવાનો સંકલ્પ લેવા માંગતા હો, તો ગુજરાતી કેલેન્ડર અનુસાર અહીં ડિસેમ્બર 2026થી ઓક્ટોબર 2027 સુધીની તમામ એકાદશીની સંપૂર્ણ તારીખો અને કેલેન્ડર આપવામાં આવ્યું છે.

વર્ષ 2027ના એકાદશી વ્રતની તારીખો | Ekadashi 2027 Calendar

4 ડિસેમ્બર 2026, શુક્રવાર, કારતક વદ અગિયારસઃ ઉત્પત્તિ એકાદશી
20 ડિસેમ્બર 2026, રવિવાર, માગશર સુદ અગિયારસઃ મોક્ષદા એકાદશી, જૈન મૌની એકાદશી
3 જાન્યુઆરી 2027, રવિવાર, માગશર વદ અગિયારસઃ સફલા એકાદશી
19 જાન્યુઆરી 2027, મંગળવાર, પોષ સુદ અગિયારસઃ પુત્રદા એકાદશી
2 ફેબ્રુઆરી 2027, મંગળવાર, પોષ વદ અગિયારસઃ ષટતિલા એકાદશી
17 ફેબ્રુઆરી 2027, બુધવાર, મહા સુદ અગિયારસઃ જયા એકાદશી
3 અને 4 માર્ચ 2027, બુધ અને ગુરુવાર, મહા વદ અગિયારસઃ વિજયા એકાદશી
18 માર્ચ 2027, ગુરુવાર, ફાગણ સુદ અગિયારસઃ આમલકી એકાદશી
2 એપ્રિલ 2027, શુક્રવાર, ફાગણ વદ અગિયારસઃ પાયમોયની એકાદશી
17 એપ્રિલ 2027, શનિવાર, ચૈત્ર સુદ અગિયારસઃ કામદા એકાદશી
2 મે 2027, રવિવાર, ચૈત્ર વદ અગિયારસઃ વરુધિની એકાદશી
16 મે 2027, રવિવાર, વૈશાખ સુદ અગિયારસઃ મોહિની એકાદશી
1 જૂન 2027, મંગળવાર, વૈશાખ વદ અગિયારસઃ અપરા એકાદશી
14 જૂન 2027, સોમવાર, જેઠ સુદ અગિયારસઃ નિર્જળા એકાદશી
30 જૂન 2027, બુધવાર, જેઠ વદ અગિયારસઃ યોગિની એકાદશી
14 જુલાઈ 2027, બુધવાર, અષાઢ સુદ અગિયારસઃ દેવપોઢી એકાદશી
29 જુલાઇ 2027, ગુરુવાર, અષાઢ વદ અગિયારસઃ કામિકા એકાદશી
12 ઓગસ્ટ 2027, ગુરુવાર, શ્રાવણ સુદ અગિયારસઃ પુત્રદા એકાદશી
28 ઓગસ્ટ 2027, શનિવાર, શ્રાવણ વદ અગિયારસઃ અજા એકાદશી
11 સપ્ટેમ્બર 2027, શનિવાર, ભાદરવા સુદ અગિયારસઃ પરિવર્તની એકાદશી
26 સપ્ટેમ્બર 2027, રવિવાર, ભાદરવા વદ અગિયારસઃ ઇન્દિરા એકાદશી
11 ઓક્ટોબર 2027, સોમવાર, આસો સુદ અગિયારસઃ પાશાકુંશા એકાદશી
25 ઓક્ટોબર 2027, સોમવાર, આસો વદ અગિયારસઃ રમા એકાદશી