December 2026 Gujarati Calendar: ડિસેમ્બર વર્ષ 2026નો અંતિમ મહિનો છે. ગુલાબી ઠંડીની મોસમની સાથે આ મહિનો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સાહ પણ લઈને આવે છે. ગુજરાતી કેલેન્ડર (વિક્રમ સંવત 2083) મુજબ, ડિસેમ્બર 2026માં મોક્ષદા એકાદશી, ગીતા જયંતી, દત્ત જયંતી અને વર્ષના અંતે આવતો નાતાલ (ક્રિસમસ) જેવા મહત્વપૂર્ણ તહેવારો અને વ્રતો આવે છે. જો તમે તમારા શુભ કાર્યો, વ્રત-ઉપવાસ, મુસાફરી કે રજાઓનું અગાઉથી આયોજન કરવા માંગતા હોવ, તો નીચે મુજબની તારીખ અને તિથિ પ્રમાણેની સંપૂર્ણ યાદી આપને ઉપયોગી થઇ શકે છે.
Gujarati Calendar December 2026 – ગુજરાતી કેલેન્ડર ડિસેમ્બર 2026 મુખ્ય તહેવારો અને વ્રત
ડિસેમ્બર 2026ના ગુજરાતી મહિના
1થી 8 ડિસેમ્બર 2026: કારતક વદ (કૃષ્ણ પક્ષ)
9થી 23 ડિસેમ્બર 2026: માગશર સુદ (શુક્લ પક્ષ)
24થી 31 ડિસેમ્બર 2026: માગશર વદ (કૃષ્ણ પક્ષ)
ગુજરાતી કેલેન્ડર ડિસેમ્બર 2026 તહેવારો અને વ્રતની યાદી (December 2026 Gujarati Calendar with Vrat & Festivals)
1 ડિસેમ્બર, મંગળવાર (કારતક વદ આઠમ): કાલભૈરવ જયંતિ
2 ડિસેમ્બર, બુધવાર (કારતક વદ નોમ): અનલા નવમી
3 ડિસેમ્બર, ગુરુવાર (કારતક વદ દશમ): શ્રી મહાવીર સ્વામી દિક્ષા કલ્યાણક
4 ડિસેમ્બર, શુક્રવાર (કારતક વદ અગિયારસ): ઉત્પત્તિ એકાદશી
6 ડિસેમ્બર, રવિવાર (કારતક વદ તેરસ): રવિ પ્રદોષ વ્રત
7 ડિસેમ્બર, સોમવાર (કારતક વદ ચૌદશ): માસિક શિવરાત્રી
8 ડિસેમ્બર, મંગળવાર (કારતક અમાસ):કારતક અમાસ (દર્શ અમાસ)
13 ડિસેમ્બર, ગુરુવાર (માગશર સુદ ચોથ): વિનાયક ચોથ
14 ડિસેમ્બર, સોમવાર (માગશર સુદ પાંચમ): વિવાહ પંચમી
16 ડિસેમ્બર, બુધવાર (માગશર સુદ સાતમ): ધનુ સંક્રાંતિ (કમુરતા / ખરમાસ પ્રારંભ)
20 ડિસેમ્બર, રવિવાર (માગશર સુદ અગિયારસ): મોક્ષદા એકાદશી, ગીતા જયંતિ
21 ડિસેમ્બર, સોમવાર (માગશર સુદ બારસ): સોમ પ્રદોષ વ્રત
23 ડિસેમ્બર, બુધવાર (માગશર સુદ પૂનમ): માગશર પૂનમ, બહુચરાજીનો મેળો, દત્તાત્રેય જયંતિ, અન્નપૂર્ણા જયંતિ
25 ડિસેમ્બર, શુક્રવાર (માગશર વદ બીજ): નાતાલ (Christmas)
26 ડિસેમ્બર, શનિવાર (માગશર વદ ચોથ): સંકષ્ટ ચતુર્થી
ગુજરાતી કેલેન્ડર ડિસેમ્બર 2026ની બેંક અને જાહેર રજાઓ (December 2026 Gujarati Calendar with Holidays)
25 ડિસેમ્બર 2026 (શુક્રવાર): નાતાલની જાહેર રજા.
બેંક રજાઓ: મહિનાના તમામ રવિવાર (6, 13, 20, 27 ડિસેમ્બર) અને બીજા તેમજ ચોથા શનિવારે (12 અને 26 ડિસેમ્બર) બેંકો બંધ રહેશે.
આ મહિનાના મુખ્ય દિવસોનું મહત્વ
ઉત્પત્તિ એકાદશી (4 ડિસેમ્બર)
કારતક વદ અગિયારસને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ, આ દિવસે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યાં હતા ત્યારે દેવી 'એકાદશી' ઉત્પન્ન થયા હતા અને તેમણે મુર નામના અસુરનો વધ કર્યો હતો. જે ભક્તો આખું વર્ષ એકાદશીના વ્રત કરવા માંગતા હોય, તેઓ આ દિવસથી વ્રતની શરૂઆત કરી શકે છે. આ વ્રત કરવાથી મન શુદ્ધ થાય છે અને અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.
ધનુર્માસ / કમુહૂર્તાનો પ્રારંભ (16 ડિસેમ્બર)
16 ડિસેમ્બરે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે, જેને ધન સંક્રાંતિ કહેવાય છે અને અહીંથી ધનુર્માસ કે ખરમાસ (જેને ગુજરાતમાં કમુહૂર્તા(કમુરતા) કહેવાય છે) શરૂ થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, સૂર્ય દેવ ગુરુની રાશિ ધનમાં હોવાથી તેમનું તેજ ઓછું થાય છે. 16 ડિસેમ્બરથી લઈને મધ્ય જાન્યુઆરી (મકર સંક્રાંતિ) સુધી ધનુર્માસ હોવાથી લગ્ન, સગાઈ, મુંડન કે ગૃહપ્રવેશ જેવા કોઈ પણ માંગલિક કાર્યો થતા નથી. જોકે, આ સમયગાળો ભગવાન વિષ્ણુની ભક્તિ, સૂર્ય ઉપાસના અને દાન-પુણ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે.
ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશી (20 ડિસેમ્બર)
20 ડિસેમ્બર, માગશર સુદ અગિયારસના દિવસે ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશી બન્ને એક સાથે આવે છે. મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને આ દિવસે જ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેથી જ આ દિવસને 'ગીતા જયંતિ' તરીકે ઉજવવામાં આવે છે. ગીતા એ વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે જેની જયંતિ ઉજવાય છે. આ દિવસે ગીતાના અધ્યાયોનું પઠન કરવાથી જીવનની તમામ મૂંઝવણો દૂર થાય છે. મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવી ધાર્મિક માન્યતા છે.
દત્તાત્રેય જયંતિ (23 ડિસેમ્બર)
માગશર સુદ પૂનમના દિવસે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સંયુક્ત અવતાર ભગવાન શ્રી દત્તાત્રેયનો જન્મ થયો હતો. અત્રિ ઋષિ અને માતા અનસૂયાના પુત્ર ભગવાન દત્ત ગુરુ તત્વનું પ્રતીક છે. ગુજરાતમાં ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય શિખર અને ગુરુમંદિરોમાં આ દિવસે પૂજા-અર્ચના થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ વિશેષ પૂજા અને દર્શનનો લાભ લે છે. આ દિવસે ભગવાન દતાત્રેયની પૂજા કરવાથી ત્રિદેવના આશિર્વાદ મળે છે.
