Diwali 2026 Gujarati Calendar: દર વર્ષે દિવાળી (Diwali Calendar 2026) ના આગમનની આતુરતાથી લોકો રાહ જુએ છે. ગુજરાતી પંચાંગ અનુસાર, આસો વદ અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે વર્ષ 2026 માં ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ જેવા મહત્વપૂર્ણ તહેવારોની તારીખો વિશે જાણીશું.
ધનતેરસ 2026 તારીખ (Dhanteras 2026 Date and Shubh Muhurat)
દિવાળીના તહેવારોની શરૂઆત ધનતેરસથી થશે. વર્ષ 2026માં ધનતેરસ 6 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સોના-ચાંદી અને વાસણોની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
- ત્રયોદશી તિથિ પ્રારંભ: 06 નવેમ્બર, સવારે 10:30 વાગ્યે.
- ત્રયોદશી તિથિ સમાપ્તિ: 07 નવેમ્બર, સવારે 10:47 વાગ્યે.
- પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત: સાંજે 06:30 થી 08:28 વાગ્યા સુધી (કુલ સમય: 01 કલાક 58 મિનિટ).
કાળી ચૌદસ 2026 તારીખ (Kali Chaudas 2026 Date)
દિવાળીના એક દિવસ અગાઉ એટલે કે 7 નવેમ્બર, શનિવારના રોજ કાળી ચૌદશ (નરક ચતુર્દશી) ઉજવવામાં આવશે. તિથિ અનુસાર ચતુર્દશી 7 નવેમ્બરે સવારે 10:47 વાગ્યે શરૂ થશે. આ દિવસે હનુમાનજીની પૂજા અને કષ્ટભંજન દેવના દર્શનનું વિશેષ મહત્વ છે.
- કાળી ચૌદશ પૂજા મુહૂર્ત: 8 નવેમ્બર, રાત્રે 11:58 થી 12:49 વાગ્યે (કુલ સમયગાળો: 50 મિનિટ)
દિવાળી 2026 તારીખ (Diwali 2026 Date)
આ વર્ષે દિવાળી 08 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેનાથી ઘરમાં ધન અને સુખનું આગમન થાય છે.
- આસો મહિનાની અમાવસ્યા તિથિ પ્રારંભ – 08 નવેમ્બર સવારે 11:27 વાગ્યે
- આસો મહિનાની અમાવસ્યા તિથિ સમાપ્તિ – 09 નવેમ્બર બપોરે 12:31 વાગ્યે
દિવાળી 2026 પૂજાનો શુભ મુહૂર્ત (Diwali 2026 Puja Time)
દ્રિક પંચાંગ અનુસાર, દિવાળી 08 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે લક્ષ્મી પૂજા મુહૂર્ત સાંજે 06:22 થી 08:20 વાગ્યા સુધીનો છે. (પૂજાનો કુલ સમયગાળો: 01 કલાક 58 મિનિટ)
- પ્રદોષ કાળ: સાંજે 05:58 થી 08:32 વાગ્યા સુધી.
- વૃષભ કાળ: સાંજે 06:22 થી 08:20 વાગ્યા સુધી.
દિવાળી ચોપડા પૂજન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત (Diwali Chopda Pujan Muhurat 2026)
દિવાળી ચોપડા પૂજન 08 નવેમ્બર, 2026 રવિવારના રોજ થશે.
- સવારનું મુહૂર્ત (ચલ, લાભ, અમૃત): 11:27 AM થી 12:23 PM
- બપોરનું મુહૂર્ત (શુભ): 01:47 PM થી 03:11 PM
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચલ): 05:58 PM થી 10:47 PM (શ્રેષ્ઠ સમય)
- રાત્રિનું મુહૂર્ત (લાભ): 02:00 AM થી 03:36 AM (નવેમ્બર 09)
- વહેલી સવારનું મુહૂર્ત (શુભ): 05:13 AM થી 06:49 AM (નવેમ્બર 09)
ગોવર્ધન પૂજા 2026 તારીખ (Govardhan Puja 2026 Date)
દિવાળીના બીજા દિવસે અન્નકૂટ અને ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. વર્ષ 2026માં આ પર્વ 09 નવેમ્બર ના રોજ ઉજવાશે.
- ગોવર્ધન પૂજા મુહૂર્ત: બપોરે 03:44 PM થી સાંજે 05:58 PM સુધી.
ગુજરાતી નવું વર્ષ (Gujarati New Year 2026)
વિક્રમ સંવત 2082નું નવું વર્ષ (બેસતું વર્ષ) 10 નવેમ્બર, મંગળવારથી શરૂ થશે. આ દિવસે લોકો એકબીજાને સાલ મુબારક પાઠવશે. કારતક સુદ એકમ (પ્રતિપદા) તિથિ 9 નવેમ્બરે બપોરે શરૂ થઈને 10 નવેમ્બરે બપોરે 02:00 વાગ્યે પૂર્ણ થશે. ઉદયાતિથિ અનુસાર નવું વર્ષ 10 નવેમ્બરે ગણાશે.
ભાઈ બીજ 2026 તારીખ (Bhai Dooj 2026 Date)
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક ભાઈબીજ 11 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
- તિલક માટે શ્રેષ્ઠ મુહૂર્ત: બપોરે 01:30 થી 03:43 વાગ્યા સુધી.
દિવાળી 2026 ગુજરાતી કેલેન્ડર (Diwali 2026 Gujarati Calendar)
- ધનતેરસ – 6 નવેમ્બર, 2026 (શુક્રવાર)
- કાળી ચૌદસ – 7 નવેમ્બર, 2026 (શનિવાર)
- દિવાળી, લક્ષ્મી પૂજા – 8 નવેમ્બર, 2026 (રવિવાર)
- ગોવર્ધન પૂજા – 9 નવેમ્બર, 2026 (સોમવાર)
- ગુજરાતી નવું વર્ષ – 10 નવેમ્બર, 2026 (મંગળવાર)
- ભાઈ બીજ, ભૈયા દૂજ – 11 નવેમ્બર, 2026 (બુધવાર)
