Amash List 2027 | Amavasya 2027 Dates & Timings: હિન્દુ ધર્મ અને ગુજરાતી પંચાંગમાં અમાવસ્યા એટલે કે અમાસ તિથિનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તિથિને અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન-પુણ્ય અને પિતૃ તર્પણ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ખાસ કરીને જ્યારે અમાસ સોમવાર કે શનિવારના દિવસે આવે છે, ત્યારે તેને અનુક્રમે સોમવતી અમાસ અને શનિશ્ચરી અમાસ તરીકે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
જો તમે વર્ષ 2027 માં આવનારી તમામ અમાસ તિથિ, તારીખ અને શુભ સમયની માહિતી શોધી રહ્યા છો, તો ગુજરાતી પંચાંગ (વિક્રમ સંવત 2083 અને 2084) મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બર 2027 સુધીની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.
અમાસ ની યાદી 2027 | Amash Dates List in 2027
વર્ષ 2027 માં કુલ 13 અમાસ આવશે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની અમાસ કયા ગુજરાતી માસમાં અને કઈ અંગ્રેજી તારીખે આવશે તેની સંપૂર્ણ વિગત અહીં આપવામાં આવી છે.
- કારતક અમાસ, દર્શ અમાવસ્યા : 8 ડિસેમ્બર, 2026, મંગળવાર
- માગશર અમાસ, દર્શ અમાવસ્યા : 7 જાન્યુઆરી, 2027, ગુરુવાર
- પોષ અમાસ, મૌની અમાવસ્યા, દર્શ અમાવસ્યા : 6 ફેબ્રુઆરી, 2027, શનિવાર
- મહા અમાસ, સોમવતી અમાવસ્યા : 7 અને 8 માર્ચ, 2027, રવિવાર-સોમવાર
- ફાગણ અમાસ, દર્શ અમાવસ્યા : 6 એપ્રિલ, 2027, મંગળવાર
- ચૈત્ર અમાસ, દર્શ અમાવસ્યા : 6 મે, 2027, ગુરુવાર
- વૈશાખ અમાસ, ભાવુકા અમાવસ્યા, દર્શ અમાવસ્યા : 4 જૂન, 2027, શુક્રવાર
- જેઠ અમાસ, દર્શ અમાવસ્યા, ઉદય વ્યાપિની અમાસ : 3 અને 4 જુલાઈ, 2027, શનિવાર-રવિવાર
- અષાઢ અમાસ, સોમવતી દર્શ અમાસ, હરિયાળી અમાસ : 2 ઓગસ્ટ 2027, સોમવાર
- શ્રાવણ અમાસ, પીઠોરી અમાવસ્યા : 31 ઓગસ્ટ 2027, મંગળવાર
- ભાદરવો અમાસ, સર્વપિતૃ અમાસ, ઉદય વ્યાપિની અમાવસ્યા : 29 અને 30 સપ્ટેમ્બર, 2027, બુધવાર-ગુરુવાર
- આસો અમાસ, દિવાળી : 29 ઓક્ટોબર 2027, શુક્રવાર
- કારતક અમાસ, દર્શ અમાવસ્યા : 27 અને 28 નવેમ્બર, 2027, શનિવાર-રવિવાર
- માગશર અમાસ, સોમવતી અમાવસ્યા : 27 ડિસેમ્બર, 2027, સોમવાર
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી તારીખો અને તિથિનો સમય સામાન્ય હિન્દુ અને ગુજરાતી પંચાંગની ગણતરી પર આધારિત છે. સ્થાનિક સૂર્યોદય અને શહેર મુજબ તિથિની શરૂઆત અને સમાપ્તિના સમયમાં થોડો તફાવત હોઈ શકે છે.)
