Who Is Anirudh Ravichander:SRHની માલિક કાવ્યા મારન સાથે લગ્ન કરવા જઈ રહેલો અનિરુદ્ધ રવિચંદર કોણ છે, તેની સંપત્તિ વિશે જાણો

અનિરુદ્ધને વર્ષ 2012માં આવેલી ફિલ્મ 3 ના ગીત Why This Kolaveri Di થી મોટી ઓળખ મળી હતી. આ ગીત ભારત ઉપરાંત વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 17 Oct 2026 06:00 PM (IST)Updated: Sat, 17 Oct 2026 06:00 PM (IST)
what-is-net-worth-of-anirudh-ravichander-who-set-to-marry-srhs-kavya-maran

Who Is Anirudh Ravichander:IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના CEO કાવ્યા મારન અને ફેમસ મ્યુઝીશિયન અનિરુદ્ધ રવિચંદરના લગ્નને લઈ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મીડિયા અહેવાલ પ્રમાણે બન્નેના લગ્ન નવેમ્બર 2026માં યોજાશે. આ દરમિયાન ચેન્નઈમાં યોજાનાર રિસેપ્શનને લઈ પણ માહિતી સામે આવી છે. આ સંજોગોમાં લોકોનો રસ એ વાતમાં છે કે અનિરુદ્ધ રવિચંદર કોણ છે, તેની કમાણી કેટલી છે અને કાવ્યા મારનની સંપત્તિ કેટલી છે.

Why This Kolaveri De થી ઓળખ મળી હતી

અનિરુદ્ધ રવિચંદરનો જન્મ 16 ઓક્ટોબર 1990ના રોજ ચેન્નઈમાં થયો હતો. તે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા સંગીતકાર, ગાયક અને મ્યુઝીક પ્રોડ્યુસર છે. તેમણે તમિલ સિનેમાથી પોતાની કરિયરની શરૂઆત કરી અને ત્યારબાદ હિંદી તથા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

અનિરુદ્ધને વર્ષ 2012માં આવેલી ફિલ્મ 3 ના ગીત Why This Kolaveri Di થી મોટી ઓળખ મળી હતી. આ ગીત ભારત ઉપરાંત વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. ત્યારબાદ તેને વિક્રમ, જેલર, લિયો અને શાહરુખ ખાનની ફિલ્મ જવાન જેવી અનેક મોટી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. મોટી ફિલ્મી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોવાથી દક્ષિણ ભારતીય સિનેમાના તેઓ ખૂબ જ ચર્ચિત મ્યુઝીશિયનમાં સામેલ થયેલા છે. 

અહેવાલ પ્રમાણે અનિરુદ્ધ અભિનેતા રજનીકાંતના પરિવાર સાથે સંકળાયેલ છે.તેના પિતા રવિ રાઘવેન્દ્ર અભિનેતા છે. તેમની કમાણીનું મુખ્ય માધ્યમ ફિલ્મોમાં સંગીત આપવું, ગીતો તૈયાર કરવા અને મનોરંજન જગત સાથે સંકળાયેલ અન્ય પ્રોજેક્ટ છે. 

કાવ્યા મારન કોણ છે

કાવ્યા મારન સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને કાવેરી મારનની દીકરી છે. તેઓ ઈન્ડિયન પ્રીમિયમ લીગની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની CEO છે. IPL મેચોની બીજી ટીમનું સમર્થન કરતા તેમને જોવા મળ્યા છે. કાવ્યાનો પરિવાર મીડિયા અને મનોરંજનને લગતા બિઝનેસ સાથે સંકળાયેલ છે. સન ગ્રુપનો કારોબાર ટેલિવિઝન, મીડિયા અને ફિલ્મ નિર્માણ જેવા સેક્ટરમાં ફેલાયેલ છે. કાવ્યાએ ચેન્નઈના સ્ટેલા મેરિસ કોલેજથી અભ્યાસ કર્યો અને બ્રિટનના વારવિક બિઝનેસ સ્કૂલથી MBA કર્યુ છે. તે ક્રિકેટ ફ્રેંચાઈઝીના મેનેજમેન્ટ તથા પરિવારના કારોબારી હિતો સાથે સંકળાયેલ છે.

મીડિયા અહેવાલ પ્રમાણે અનિરુદ્ધ રવિચંદરની અંદાજીત નેટવર્થ આશરે રૂપિયા 50 કરોડ દર્શાવવામાં આવી છે. તેની કમાણીનો મોટો હિસ્સો ફિલ્મોમાં મ્યુઝિક તૈયાર કરવા અને અન્ય પ્રોફેશનલ પ્રોજેક્ટથી આવે છે. જોકે, તેની સંપત્તિ અંગે કોઈ જાહેર માહિતી ઉપલબ્ધ નથી.

 

એવી જ રીતે કાવ્યા મારનની અંગત સંપત્તિને લઈ વિવિધ મીડિયા અહેવાલમાં અંતર જોવા મળે છે. જોકે કેટલાક અહેવાલ પ્રમાણે તેની પાસે રૂપિયા 400 કરોડથી રૂપિયા 500 કરોડની સંપતિ છે. આ આંકડા પણ અધિકારીક રીતે વેરિફાઈ નથી. આ મીડિયા અંદાજના આધાર પર કાવ્યા મારનની નેટવર્થ અનુરુદ્ધ કરતાં વધારે છે. બન્નેની સંપત્તિની તુલનાને લઈ કોઈ ચોક્કસ માહિતી નથી.