Water Ethanol Cooking Stove: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari)એ તાજેતરમાં જ ઈથેનોલ ગેસથી સળગતા સ્ટવ(Ethanol Cooking Stove) લોંચ કર્યો છે. આ સ્ટવની વિશેષતા એ છે કે પાણીમાં 7 ટકા ઈથેનોલનું મિશ્રણ કરીને LPG ગેસની જેમ સળગાવી શકાય છે. ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે કે સંપૂર્ણ સ્વદેશી છે અને તે ઈમ્પોર્ટેડ LPG ગેસ અને અન્ય ઈંધણ પરની નિર્ભરતાને ઓછી કરી દેશે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પાણી અને ઈથેનોલથી સંચાલિત આ સ્ટવ એટલે કે ચૂલો લોંચ કર્યો ત્યારથી લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો ચાલો જાણીએ કે છેવટે આ સ્ટવની કિંમત શું હશે અને ઈથેનોલ કે જે LPG ગેસ સિલિન્ડરનું સ્થાન લેશે તે કેવી રીતે ઉપલબ્ધ બને છે.
કેવી રીતે સળગશે સ્ટવ(ચૂલો)
સંપૂર્ણપણે ભારતમાં તૈયાર થયેલો આ સ્ટવ (ચૂલ્હો) સળગાવવા માટે ઈથેનોલ આલ્કોહોલને પાણી સાથે ભેળવવામાં આવશે. તેને લીધે પ્રગટાવવામાં આવતા જ્વલન જ્વાળા સાથે તે સળગી ઉઠશે અને LPG સિલિન્ડરના ગેસની માફક તેની મદદથી ભોજન તૈયાર કરી શકાશે.
વોટર ઈથેનોલ સ્ટવ કેટલો સુરક્ષિત
લિક્વિડ ફ્યુઅલ (Liquid Fuel) હોવાથી તે બિલકુલ સુરક્ષિત છે. તેના સળગવાથી ધૂમાડો પણ નહીં નિકળે. આ સાથે LPG સિલિન્ડરની માફક હાઈ પ્રેશર બ્લાસ્ટ (High Pressure Blast)નું પણ કોઈ જોખમ નહીં રહે. પાણીની સાથે તે સળગતી હોવાથી પ્રમાણમાં સસ્તી પણ પડશે.
ઈથેનોલની કિંમત કેટલી હશે
ઈથેનોલની કિંમત પ્રતિ લીટર 60થી 70 હશે. જે LPG ગેસ સિલિન્ડરની કિંમત કરતાં ખુબ દજ સસ્તો હશે અને પાણીમાં ફક્ત 7 ટકા જ ઈથેનોલ નાંખવું જરૂરી રહેશે અને તેને લીધે ચૂલ્હો સળગવા લાગશે.
ઈથેનોલ શું છે
ઈથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ હોય છે, જે એથિલ આલ્કોહોલ નામથી પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ અત્યારે પેટ્રોલ તથા ડીઝલમાં ભેળવીને ગાડીમાં ઈંધણ તરીકે કરવામાં આવે છે.
ઈથેનોલ સ્ટવ અંગે કેમ દેશમાં થઈ રહી છે ચર્ચા
દેશમાં LPG ગેસ કિંમતો અને સપ્લાઈ બન્ને મોરચે ચિંતા વધારી રહ્યો છે. આ સંજોગોમાં નવી ટેકનોલોજીના આગમન સાથે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નવો સ્ટવ રજૂ કર્યો છે. આ સ્ટવ ઈથેનોલ આધારિક ટેકનોલોજી પર કરશે. ગડકરીએ નાગપુર કાર્યક્રમમાં તેને રજૂ કર્યો હતો. તે સસ્તો અને સ્વચ્છ એનર્જીનો ઉત્તમ વિકલ્પ છે.
