LPG Vs Ethanol Gas Stove: દેશભરમાં ઘણા સમયથી પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ કરવામાં આવી રહ્યો છે, જોકે હવે ઈથેનોલ ટૂંક સમયમાં રસોઈ ગેસનો પણ વિકલ્પ બની શકે છે. તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ઈથેનોલ બેઝ્ડ સ્ટવ ટેકનોલોજી અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
તેમનું કહેવું છે કે આગામી સમયમાં આ ટેકનોલોજી LPG સિલિન્ડરનું સ્થાન લઈ શકે છે અને લોકો રસોડામાં ખર્ચ તેના આવવાથી ઘણો ઓછો થઈ જશે છે. તો ઈથેનોલ સ્ટવ શું છે અને LPG સ્ટવની તુલનામાં તે કેટલો અસરકારક તથા સસ્તો છે.
ઈથેનોલ સ્ટવ શું છે
હકીકતમાં ઈથેનોલ સ્ટવ એક એડવાન્સ્ડ કુકિંગ સિસ્ટમ છે. જે શેરડી, મકાઈ તથા અન્ય બાયમાસમાંથી તૈયાર કરવામાં આવેલ ઈથેનોલ ફ્યુલ (Ethanol Fuel) પર કામ કરશે. આ સ્ટવ કોઈ જ ધૂમાડા, દુર્ગંધ વગર કામ કરશે. તેની વિશેષતા એ છે કે ભોજન તૈયાર કરવાના વાસણ પણ કાળા નહીં થાય અને રસોઈ પણ સ્વાદિષ્ટ રહેશે.
LPGથી કેટલું વધારે સારું અને સસ્તુ
નિષ્ણાતોનું કહેવું છે કે ઈથેનોલ સ્ટવ LPGની તુલનામાં વધારે અસરકારક થઈ શકે છે. કેટલાક અહેવાલ પ્રમાણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફક્ત 1 લીટર ઈથેનોલથી આશરે 15 કલાક સુધી ફ્લેમ મળી શકે છે. એટલું જ નહીં તેમાં ગેસ લીક થવા જેવી સમસ્યા પણ નહીં હોય, જેથી આ સુરક્ષાની દ્રષ્ટિએ વધારે ઓપ્શન ધરાવે છે.
કેવી રીતે આ ટેકનોલોજી કામ કરશે
અહેવાલ પ્રમાણે આ સ્ટવમાં લિક્વિડ અથવા જેલ સ્વરૂપમાં ઈથેનોલનો ઉપયોગ થશે. ત્યારબાદ ખાસ બર્નર ટેકનોલોજીથી ઈંધણ પ્રજ્જલિત થશે અને LPG જેવી તેજ ફ્લેમ આપશેય એવા પણ અહેવાલ છે કે ઈથેનોલ સળગવાથી 700થી 800 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનનું સર્જન થશે, જેથી ભોજન જલદી તૈયાર કરવામાં મદદ મળશે.
