500 Rupee Note Cost: રૂપિયા 500ની ચલણી નોટ છાપવાનો કેટલો ખર્ચ થાય છે? UPI ચાર્જીસથી સરકારી તિજોરીને કેટલી અસર

UPI ચુકવણી પર ચાર્જીસ લગાવવાને લગતા નિયમની અસર નાના વ્યવસાય પર તો નહીં થાય તેમ છતાં દેશમાં રોકડ ચલણ વધી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 27 Sep 2026 08:18 PM (IST)Updated: Sun, 27 Sep 2026 08:18 PM (IST)
what-is-cost-of-printing-indias-rs-500-currency-note-how-will-upi-charges-impact-government-exchequer

Rs 500 Currency Note Cost:UPI ચુકવણી પર ચાર્જીસ લગાવવાને લગતા નિયમની અસર નાના વ્યવસાય પર તો નહીં થાય તેમ છતાં દેશમાં રોકડ ચલણ વધી શકે છે. અહીં આશંકા એટલા માટે મજબૂત થઈ છે કારણ કે તાજેતરના વર્ષોમાં ડિજિટલ વ્યવહારમાં તેજીથી ફેલાઈ રહેલ છે તેમ છતાં સામાન્ય પ્રજા પાસે રાખવામાં આવતી રોકડ વધી રહી છે.

શુક્રવારે જાહેર કરવામાં આવેલા RBIના ડેટા પ્રમાણે 15 સપ્ટેમ્બર 2026ના રોજ જનતા પાસે ચલણ(નોટ-સિક્કા) રૂપિયા 42,10,170 કરોડ હતું, જે એક વર્ષ અગાઉની તુલનામાં 13.6 ટકા વધારે છે.

નોટ છાપવામાં કેટલો આવે છે ખર્ચ?

RBIના સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025-2026ની આંકડામાં પણ ચલણમાં બેંક નોટનું મૂલ્ય 11.90 ટકા વધી રૂપિયા 41.24 લાખ કરોડ પહોંચી ગયું છે. આ દરમિયાન નોટ છાપવાનો ખર્ચ પણ દર વર્ષે હજારો કરોડ રૂપિયા થઈ રહ્યો છે. 

ડિજિટલ વ્યવહાર છતાં વધી રહેલી રોકડને જોઈને RBIની અંદર રૂપિયા 1000 નોટને ફરી વખત વ્યવહારમાં લાવવા પર ચર્ચા થઈ છે,જોકે તાજેતરમાં નિર્ણય થવાની શક્યતા નહીંવત છે. 

રૂપિયા 2000થી ઓછા ટ્રાન્ઝેક્શન પર ચાર્જીસ અગાઉથી જ નથી. સરકારે દાવો કર્યો હતો કે તેનો બોજ સામાન્ય નાગરિકો પર નહીં પડવા દેવામાં આવશે નહીં. જોકે અત્યારે લેખિત સ્વરૂપમાં કોઈ નિયમ નથી. પણ દેશના અનેક ભાગોમાંથી એવી માહિતી સામે આવી રહી છે કે દુકાનદાર, પેટ્રોલ પંપ માલિક વગેરે રોકડ પર વિશેષ ભાર આપી રહ્યા છે.

શું ફરી વખત પરત ફરશે રોકડનું વલણ

માર્ચ 2026ના અંત સુધી રોકડ-GDP રેશિયો વધારી 12.1 ટકા રહ્યા છે. એક વર્ષ અગાઉ આ પ્રમાણ 11.7 ટકા હતા. ચાર્જીસ નહીં લગાવવા છતાં રોકડનો પ્રસાર વધ્યો છે. હવે જ્યારે ચાર્જીસ લગાવવાની વ્યવસ્થા કરી છે ત્યારે પ્રજા પાસે નોટોની માંગ વધવાની શક્યતા છે.

રોકડની વધતી માંગનો અર્થ છે કે વધારે નોટો છાપવી અને RBIનો વધારે ખર્ચ. RBIની વાર્ષિક અહેવાલ પ્રમાણે નોટોની સુરક્ષા છાપવા પર ખર્ચ વર્ષ 2025-2026માં રૂપિયા 4,875.2 કરોડ રહી છે. વર્ષ 2024-2025માં આ રૂપિયા 6,372.8 કરોડ હતા. છેલ્લા કેટલાક વર્ષોની સરેરાશ આશરે રૂપિયા 5,000 કરોડની આજુબાજુ બેસે છે.

વર્ષ 2025-2026માં ખર્ચ એટલા માટે ઘટ્યો કારણ કે નવી નોટોનો ઓર્ડર ઓછો રહ્યો, જે આશરે 2,81,000 લાખ પીસ જ્યારે એક વર્ષ અગાઉ 3,03,000 લાખ પીસ હતી. કૂલ છાપવામાં આવેલ નોટોના ખર્ચની વાત કરીએ તો તેમાં 85.5 ટકા એકલા રૂપિયા 500 નોટનો છે. રૂપિયા 10 નોટ છાપવાનો ખર્ચ 96 પૈસા છે અને રૂપિયા 500ની નોટ છાપવા પર રૂપિયા 2.29 થાય છે.