Visa Rules Change: ભારત સરકારે વિઝા અરજી માટે નિયમોમાં મોટા ફેરફારો કર્યાં, વિદેશી નાગરિકોને મળશે હવે આ સુવિધા

Visa Rules Change:ભારત આવતા વિદેશી નાગરિકો માટે વિઝા અરજીની પ્રક્રિયાને વધારે સરળ બનાવવા માટે સરકારે મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે વિઝા કેટેગરી અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી માહિતીમાં ઘટાડો કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 12 Nov 2026 07:58 AM (IST)Updated: Thu, 12 Nov 2026 08:08 AM (IST)
visa-rules-change-the-government-of-india-has-made-major-changes-to-visa-application-rules

Visa Rules Change:ભારત આવતા વિદેશી નાગરિકો માટે વિઝા અરજીની પ્રક્રિયાને વધારે સરળ બનાવવા માટે સરકારે મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે વિઝા કેટેગરી અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી માહિતીમાં ઘટાડો કર્યો છે.

ભારત સરકારે વિદેશી નાગરિકો માટે વિઝા સિસ્ટમમાં ફેરફાર કર્યાં છે. આ અંતર્ગત વિઝાની મુખ્ય કેટેગરી 13થી ઘટાડી 9 કરવામાં આવી છે. એવી જ રીતે સબ-કેટેગરીની સંખ્યા પણ 49થી ઘટાડી 23 કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયની માહિતી પ્રમાણે આ ફેરફારનો ઉદ્દેશ વિઝા સિસ્ટમને સરળ અને વ્યવસ્થિત કરી છે. તેનાથી ભારત આવનાર વિદેશી નાગરિકોને તેમના યાત્રાનો ઉદ્દેશથી યોગ્ય વિઝા પસંદગી કરવાની સરળ રહેશે. તેમા ફરવા, સારવાર કરવા, અભ્યાસ કરવા, રિસર્ચ, રોકાણ તથા કારોબાર માટે ભારત આવનાર લોકોનો સમાવેશ થાય છે.

સરકારે વિઝા કેટેગરી ઉપરાંત અરજી ફોર્મમાં પૂછવામાં આવતા પ્રશ્નોની સંખ્યા પણ ઘટાડી છે. ગૃહ મંત્રાલયની માહિતી પ્રમાણે તમામ 23 સબ-કેટેગરીના અરજી ફોર્મમાં માહિતી ભરવાની કોલમ 65 ટકાથી 70 ટકા સુધી ઓછી કરવામાં આવી છે.

તેનો અર્થ એવો થાય છે કે હવે વિદેશી નાગરિકોને વિઝા માટે અરજી કરવાના સમયે અગાઉની તુલનામાં ઘણી ઓછી માહિતી આપવી પડશે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે તેનાથી અરજીની પ્રક્રિયા વધારે સરળ થશે. આ સાથે લોકો માટે વિઝા સંબંધિત માહિતી એકત્રિત કરવી વધારે સરળ બની રહેશે.

વિઝા સિસ્ટમને સરળ બનાવવા માટે સરકારે ઓક્ટોબર 2025માં પણ ફેરફારો કર્યાં હતા. તે સમયે મુખ્ય વિઝા કેટેગરી 22થી ઘટાડી 13 કરી હતી, જ્યારે સબ-કેટેગરીની સંખ્યા 63થી ઘટાડી 49 કરવામાં આવી હતી. હવે બીજા તબક્કામાં ફેરફારથી આ સંખ્યામાં વધુ ઘટાડો થયો છે.

સરકારને આશા છે કે નવી સિસ્ટમથી વિદેશી પર્યટકો, સારવાર માટે આવતા દર્દીઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા બિઝનેસમેનને સુવિધા મળશે. ભારતમાં પર્યટન, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ તથા રોકાણને વેગ મળવામાં મદદ મળી શકશે.