US Visa Bond Rule 2026:અમેરિકાએ 50 દેશો માટે વીઝ બૉન્ડ નિયમ ફરજિયાત કર્યો;શું ભારતીયોએ તે ખરીદવા પડશે, કેટલા પૈસાની જરૂર પડશે?

વિઝા બોન્ડ કોઈ ફી નથી. આ એક સિક્યોરિટી ડિપોઝીટ છે. તેનો ઉદ્દેશ એ વાતને સુનિશ્ચિત કરે છે કે યાત્રી વિઝાના નિયમોનું પાલન કરે અને સમય પર તેમના દેશ પરત ફરે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 20 Mar 2026 03:59 PM (IST)Updated: Fri, 20 Mar 2026 04:00 PM (IST)
us-visa-bond-2026-mandatory-for-50-countries-will-indians-pay-how-much

US Visa Bond 2026: અમેરિકાએ વિઝા (US Visa)ને લગતો એક નવો નિયમ લાગૂ કર્યો છે, અમેરિકા દ્વારા અમલી બનાવવામાં આવેલા આ નિયમોને લઈ સમગ્ર વિશ્વનું ધ્યાન તે તરફ ખેંચાયું છે. 2જી એપ્રિલ 2026થી વિશ્વના આશરે 50 દેશના નાગરિકોએ B1 અથવા B2 વિઝા મેળવવા માટે પહેલા તો 15000 ડોલર સુધીના વિઝા બોન્ડ ( US Visa Bond 2026) જમા કરાવવા પડશે.

આ પગલાથી ભારતમાં પણ એક મોટો પ્રશ્ન સર્જાયો છે કે શું ભારતીય યાત્રીઓએ અમેરિકામાં ફરવા જવા માટે પણ લાખો રૂપિયા તૈયાર રાખવા પડશે. ચાલો આ પ્રશ્નનો જવાબ જાણીએ.

શું ભારતીય નાગરિકો પર તેની કેવી અસર થશે?

આ પ્રશ્નનો સીધો જવાબ ના, અત્યારે તો ભારતીય નાગરિકોને આ નવી પોલિસીમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ નિયમ મુખ્યત્વે એવા દેશો પર લાગૂ પડે છે કે જ્યાં વિઝા ઓવરસ્ટેની બાબતમાં વધારે છે. કારણ કે ભારત આ યાદીમાં સામેલ નથી તેને લીધે ભારતીય અરજદારો કોઈ જ વચગાળાના બોન્ડની શરતોની અત્યારની વ્યવસ્થા અંતર્ગત અમેરિકાના વિઝા માટે અરજી કરી શકે છે.

શા માટે વિઝા બોન્ડ અમલી બનાવવામાં આવ્યા છે

વિઝા બોન્ડ કોઈ ફી નથી. આ એક સિક્યોરિટી ડિપોઝીટ છે. તેનો ઉદ્દેશ એ વાતને સુનિશ્ચિત કરે છે કે યાત્રી વિઝાના નિયમોનું પાલન કરે અને સમય પર તેમના દેશ પરત ફરે. જો યાત્રી તમામ શરતોનું પાલન કરે છે તો સંપૂર્ણ રકમ પરત આપવામાં આવશે. જો તેમ કરવામાં નિષ્ફળ જાય છે તો પૈસા જપ્ત કરવામાં આવી શકે છે.

આ માટે કેટલી રકમ જરૂરી છે

જે દેશોના નાગરિકોને માટે આ નિયમ લાગૂ થાય છે તેમના માટે બોન્ડની રકમ 5000થી 15000 ડોલર વચ્ચે હોય છે. ભારતીય ચલણમાં આ રકમની વાત કરવામાં આવે તો તે આશરે રૂપિયા 4.5 લાખથી રૂપિયા 13.6 લાખ હોઈ શકે છે. આ રકમ અગાઉથી નક્કી હોતી નથી. વિઝા અધિકારી ઈન્ટરવ્યૂ દરમિયાન અરજદારની પ્રોફાઈલ અને તેની સાથે સંકળાયેલ સંભવિત જોખમોને જોઈને આ રકમ નક્કી કરે છે.

કોના માટે આ નિયમો લાગૂ છે

આ નિયમ ફક્ત ચોક્કસ દેશો પર જ લાગૂ થાય છે. તેમાં દક્ષિણ એશિયાના કેટલાક દેશો જેમ કે બાંગ્લાદેશ નેપાળ અને ભૂટાન સાથે આફ્રિકા અને લેટિન અમેરિકાના કેટલાક દેશોનો સમાવેશ થાય છે. આ પોલિસીનો ઉદ્દેશ ગેરકાયદેસર રીતે વધારે સમય દેશમાં રહેવાની ઘટનાઓને ઓછી કરવાનો છે.

વિઝા બોન્ડની રકમ કેવી રીતે જમા કરવાની

જે અરજદાર આ નિયમના કાર્યક્ષેત્રમાં આવે છે તેમણે અમેરિકાની સરકારની અધિકૃત પેમેન્ટ સિસ્ટમ જેમ કે Pay.Gove મારફતે આ રકમ જમા કરાવવાની રહેશે. આ એક ઔપચારિક અને ટ્રેક કરવામાં આવતી પ્રક્રિયા છે. જોકે ભારતીય નાગરિકો માટે રાહતની વાત એ છે કે અત્યારે તેમણે વધારાનો આર્થિક બોજ સહન કરવાનો નથી અને અમેરિકા જવાની યોજના યથાવત રહેશે.