Vedanta Dividend: વેદાંતાએ રોકાણકારોને આપ્યા સારા સમાચાર, શેરદીઠ રૂપિયા 11 વચગાળાના ડિવિડન્ડની કરી જાહેરાત, કોણ મેળવવા હકદાર તે જાણો

કંપનીના ડિવિડન્ડ ઈતિહાસને જોઈએ તો Vedanta Limitedએ વર્ષ 2001થી અત્યાર સુધીમાં 49 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. છેલ્લા 12 મહિનામં કંપનીએ શેરદીઠ રૂપિયા 23 ડિવિડન્ડ આપી ચુકી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Mar 2026 11:48 PM (IST)Updated: Mon, 23 Mar 2026 11:53 PM (IST)
vedanta-limited-declared-interim-dividend-of-rs-11-per-share-know-this-information

Vedanta Dividend 2026:જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ (Anil Agrawal)ના વડપણ હેઠળની વેદાંતા લિમિટેડ (Vedanta Limited) કંપનીના બોર્ડેની આજે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં નાણાકીય વર્ષ 2026 માટે ત્રીજા વચગાળાના ડિવિડન્ડ (Interim Dividend)ને મંજૂરી આપવામાં આવી છે.

વેદાંતાએ શેરદીઠ રૂપિયા 11 ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ આ માટે કૂલ રૂપિયા 4,300 કરોડની ફાળવણી કરી છે. એક્સચેન્જ સમક્ષ આપવામાં આવેલી માહિતી પ્રમાણે વેદાંતાએ આ ડિવિડન્ડ માટે 28 માર્ચ એટલે કે આગામી શનિવાર રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ તારીખ અગાઉ જે શેરધારકો પાસે વેદાંતાના શેર હશે તેઓ ડિવિડન્ડ માટે હક્કદાર હશે.

નાણાકીય વર્ષ 2026માં વેદાંતાએ શેરધારકોને અગાઉ જ શેરદીઠ રૂપિયા 23 ડિવિડન્ડ આપી ચુકી છે. તેમાં 18 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવેલ રૂપિયા 7 પ્રતી શેર વચગાળાનું ડિવિડન્ડ (Vedanta Interim Dividend Stock)નો સમાવેશ થાય છે. તે અંતર્ગત કંપનીએ રૂપિયા 2400 કરોડની ચુકવણી કરી, ત્યારબાદ ઓગસ્ટમાં રૂપિયા 16 પ્રતી શેર બીજુ ડિવિડન્ડ આપ્યું, જેમાં રૂપિયા 6200 કરોડથી વધારે ચુકવણી કરવામાં આવી હતી.

કંપનીના ડિવિડન્ડ ઈતિહાસને જોઈએ તો Vedanta Limitedએ વર્ષ 2001થી અત્યાર સુધીમાં 49 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. છેલ્લા 12 મહિનામં કંપનીએ શેરદીઠ રૂપિયા 23 ડિવિડન્ડ આપી ચુકી છે. વર્તમાન શેરની કિંમત પ્રમાણે કંપનીની ડિવિડન્ડ ઈલ્ડ આશરે 3.59 ટકા છે.

વળતરની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં આ કંપનીએ આશરે 40 ટકા વળતર આપ્યું છે, જે Nifty 50 તથા Sensexની તુલનામાં વધારે સારું પર્ફોમન્સ છે.આ અવદિ દરમિયાન બન્ને ઈન્ડેક્સે નેગેટિવ વળતર આપ્યું છે.