Vedanta Demerger Companies On Stock Market: વેદાંતાના ડિમર્જર બાદ 4 અલગ-અલગ કંપનીઓનું સોમવારે એટલે કે 15 જૂનના રોજ સ્ટોક માર્કેટમાં ડેબ્યુ કરવામાં આવી રહી છે. તેના લિસ્ટીંગ સોમવારનું પ્રસ્તાવિત છે. આ ગ્રુપના મુખ્ય વડા અનિલ અગ્રવાલે એપ્રિલના મહિનમાં આપવામાં આવેલ માહિતીમાં જણાવ્યું હતું કે રેકોર્ડ ડેટ પર વેદાંતા લિમિટેડના એક શેર હોલ્ડ કરનારા રોકાણકારોને વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ, વેદાંતા પાવર, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ તથા વેદાંતા આયરન એન્ડ સ્ટીલ લિમિટેડના પણ એક શેર મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની માઈનિંગ અને મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં થયેલ અત્યાર સુધીનું આ સૌથી મોટું ડિમર્જર પૈકી એક છે. આ ડિમર્જર માટે વેદાંતા લિમિટેડે 1 મે તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી હતી.
એક્સચેન્જના નોટિસ પ્રમાણે વેદાંતા ઓઈલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા આયરન એન્ડ સ્ટીલ સોમવારના રોજ સ્ટોક એક્સચેન્જમાં ડેબ્યુ કરશે.પ્રથમ શેર ટ્રેડ-ટુ-ટ્રેડ સેગમેન્ટમાં આવશે.
વેદાંતા લિમિટેડના શેરનું પ્રદર્શન કેવું છે
શુક્રવારે વેદાંતા લિમિટેડન શેરની કિંમત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) .45 ટકા તેજી સાથે રૂપિયા 309.50 લેવલ પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનાની અંદર લિમિટેડના શેરની કિંમતોમાં 58 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે એક વર્ષમાં વેદાંતા લિમિટેડના શેર 86 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષમાં વેદાંતા લિમિટેડના શેર 209 અને 5 વર્ષમાં 211 ટકાના વળતર આપે છે.
