Vajpayee Bankable Yojana: નવો ધંધો શરું કરવા સરકાર આપી રહી છે રૂ. 25 લાખની લોન, જાણો કેવી રીતે યોજનાનો લાભ લેશો

વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો છે. જેમાં અપંગ અને અંધ વ્યક્તિઓ પર યોજનાનો લાભ લઈ શકશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 07 May 2026 06:01 PM (IST)Updated: Thu, 07 May 2026 06:04 PM (IST)
vajpayee-bankable-yojana-business-loan-scheme-gujarat-know-eligibility-and-apply-online
HIGHLIGHTS
  • યોજનાનો લાભ લેવા અરજદાર ઓછામાં ઓછું ધો.4 પાસ હોવો જોઈએ

Vajpayee Bankable Yojana: ગુજરાતના યુવાનો પગભર થવા માટે વ્યવસાય કરવા માંગતા હોય તો સરકારની આ યીજના તેમને આર્થિક રીતે ખૂબ મદદરૂપ થશે, રાજ્ય સરકારે વાજપેયી બેંકેબલ યોજના (VBY) શરૂ કરી છે. આ યોજના અંતર્ગત યુવાનોને વ્યવસાય માટે રૂપિયા 25 લાખ સુધીની લોન મળે છે. આ લોનમાં રાજ્ય સરકાર કેટલીક સહાય પણ ચૂકવે છે.

ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી દ્વારા ચલાવવામાં આવતી વાજપેયી બેંકેબલ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી પૂરી પાડવા માટે બેંકો મારફતે લોન અને સબસિડી સહાય આપવાનો છે.

વાજપેયી બેંકેબલ યોજના માટે લાયકાત

  • આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી વય 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અરજદાર ઓછામાં ઓછું 4 ધોરણ પાસ હોવો જોઈએ.
  • અરજદારે વ્યવસાયને અનુરૂપ ઓછામાં ઓછી 3 માસની તાલીમ લીધેલી હોવી જોઈએ, અથવા 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા ITIમાંથી ડિપ્લોમા/સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ.

આવક અને લોનની મર્યાદા અને સબસિડીનો દર

વાજપેયી બેંકેબલ યોજના માટે કોઈ આવક મર્યાદા નથી. જ્યારે યોજના હેઠળ મહત્તમ રૂ. 25 લાખ સુધીની લોન મળી શકે છે.

જ્યારે સબસિડી માટે શહેરી વિસ્તાર કેટેગરી પ્રમાણે 20 થી 30 ટકા અને ગ્રામ્ય વિસ્તાર માટે 25 થી 40 ટકાનો દર રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, અંધ, અપંગ અથવા SC-ST ઉમેદવારોને વધુ લાભ મળે છે.

ક્યા-ક્યા વ્યવસાય માટે લોન મળે?

  • કરિયાણાની દુકાન, બ્યુટી પાર્લર, દરજીકામ, મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો રીપેરિંગ,
  • નાના મેન્યુફેક્ચરિંગ યુનિટ (દા.ત. અગરબત્તી બનાવવી, પાપડ ઉદ્યોગ).
  • ફોટોગ્રાફી, ઝેરોક્ષ સેન્ટર, કોમ્પ્યુટર જોબ વર્ક

વાજપેયી બેંકેબલ યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવી?

વાજપેયી બેંકેબલ યોજના માટેની અરજી હવે સંપૂર્ણપણે ડિજિટલ એટલે કે ઓનલાઇન થઈ ગઈ છે

  • આ માટે સૌ પ્રથમ e-Cottageની વેબસાઈટ અથવા Kutir Gujarat Portal પર જાઓ.
  • જ્યાં 'Vajpayee Bankable Yojana' ટેબ પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો
  • અહીં તમારી વ્યક્તિગત વિગતો, વ્યવસાયની વિગતો તેમજ બેંકની માહિતી ભરીને સબમિટ કરો

ક્યા-ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડે

આ માટે અરજદારના આધારકાર્ડ, પાનકાર્ડ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઈટબિલ, જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો), અનુભવ અને તાલીમનું પ્રમાણપત્ર, તમે જે ધંધો કરવા માંગો છો, તેનું ક્વોટેશન (સાધનોનું ભાવપત્રક સાથે)

એકવાર અરજી કરી દીધા બાદ તમારી ફાઈલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે જશે. જ્યાંથી મંજૂરી મળ્યા બાદ ફાઈલ બેંકમાં આવશે. અહીં બેંક પ્રોજેક્ટની ચકાસણી કર્યાં બાદ લોન મંજૂર કરશે અને સરકાર તરફથી મળતી સબસિડી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.