Mobile Recharge: શું ભૂલથી ભળતા મોબાઈલ નંબર પર રિચાર્જ થઈ જાય તો પૈસા પાછા મળે? નિયમ અને પ્રોસેસ જાણી લો

ઉતાવળમાં બીજા મોબાઈલ પર રિચાર્જ થઈ જાય, ત્યારે જેમ બને તેમ જલ્દી કસ્ટમર કેરનો સંપર્ક સાધીને કમ્પ્લેન કરો. જે રિચાર્જ ટ્રાન્જેક્શન આઈડી, રિચાર્જની રકમ જેવી વિગતો માંગી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 07 May 2026 04:57 PM (IST)Updated: Thu, 07 May 2026 04:57 PM (IST)
mobile-recharge-wrong-number-refund-rules-and-process-explained
HIGHLIGHTS
  • ડિજિટલ પેમેન્ટના જમાનામાં મોબાઈલ રિચાર્જ કરવાની પદ્ધતિ ધરમૂળની બદલાઈ ગઈ

Mobile Recharge on Wrong Number: મોબાઈલ યુગની શરૂઆતમાં રિચાર્જ કરાવવાની પ્રોસેસ ખૂબ જ અલગ હતી. જેમાં દુકાનમાંથી જોઈતી રકમનું રિચાર્જ વાઉચર લેવું પડતું હતુ, જે બાદ તેને સ્ક્રેચ કરીને જે નંબર આવે તેનાથી રિચાર્જ કરવું પડતું હતુ.

જો કે હવે ડિજિટલ પેમેન્ટના જમાનમાં મોબાઈલનું રિચાર્જ પણ આંગળીના ટેરવે થઈ ચૂક્યો છે. હવે મોબાઈલનું રિચાર્જ કરાવવા માટે ના તો રિચાર્જ વાઉચર ખરીદવું પડે છે, ના તો દુકાનમાં જવું પડે છે.

ઘણી વખત લોકો પોતાના કે પરિવારના સભ્યોના મોબાઈલ નંબર પર રિચાર્જ કરાવતી વખતે ઉતાવળમાં એક આંકડો આઘોપાછો થઈ જવાથી બીજા કોઈનું રિચાર્જ કરી બેસીએ છીએ. આવા સમયે સૌ કોઈના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, શું ખોટા નંબર પર રિચાર્જ કરેલ પાછું મળી શકે છે? તો ચાલો આજે અમે તેના નિયમો વિશે જણાવીએ…

ભૂલથી ખોટા મોબાઈલ નંબર પર રિચાર્જ થઈ જાય તો શું કરવું?

જો તમારાથી ભૂલથી કોઈ બીજાના મોબાઈલ નંબર પર રિચાર્જ થઈ ગયું હોય, તો ગભરાશો નહીં. ચિંતા કરવાની જગ્યાએ જેમ બને તેમ જલ્દી ફરિયાદ કરો. આ માટે તમે તમારી જે-તે સિમ કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક સાધી શકો છો.

કસ્ટમર કેર એક્ઝિક્યૂટીવને તમે જાણ કરો કે, ભૂલથી બીજા નંબર પર રિચાર્જ થઈ ગયું છે. જે તમારી પાસે રિચાર્જ ટ્રાન્જેક્શન, આઈડી, રિચાર્જની રકમ જેવી જાણકારી માંગી શકે છે. જે બાદ કસ્ટમર કેર એક્ઝીક્યૂટીવ તમારી મદદ કરશે.

હવે તમને રિચાર્જની રકમ પરત મળશે? જેનો જવાબ હા પણ છે અને ના પણ, કારણ કે તમે ભૂલથી ભળતા નંબર પર રિચાર્જ કરેલી રકમ પરત મળવાનો આધાર ટેલિકૉમ કંપનીની પૉલિસી અને ફરિયાદ કરવાના સમય પર આધારિત છે. ઘણી ટેલિકૉમ કંપનીઓ પોતાના કસ્ટમરના રિચાર્જને તાત્કાલિક કેન્સલ કરવાની સુવિધા પુરી પાડે છે.