Zero Balance Loan: બેંકમાં બેલેન્સ ભલે 'ઝીરો' રહ્યું, છતાં 5 મિનિટમાં મળી જશે પર્સનલ લૉન, બસ ATMમાં જઈ આ સ્ટેપ્સ કરો ફૉલો

તમને HDFC બેંક તરફથી પ્રી-એપ્રુવ્ડ લૉન ઑફર કરવામાં આવી રહી છે કે નહીં. જેની જાણ તમને બેંકની એપ્લિકેશન દ્વારા થઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Jun 2025 09:14 PM (IST)Updated: Sun, 01 Jun 2025 09:14 PM (IST)
utility-news-hdfc-bank-zero-balance-pre-approved-personal-loan-offer-by-atm
HIGHLIGHTS
  • HDFC બેંક પોતાના કસ્ટમરને ખાસ સર્વિસ ઑફર કરે છે

Zero Balance Loan: આજના સમયમાં સરકારી બેંકોથી માંડીને ખાનગી બેંકો અનેક પ્રકારની સર્વિસ ઑફર કરે છે. જે પૈકી લોન પણ એક છે. આજના મોંઘવારીના જમાનામાં પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આપણામાંથી ઘણાં લોકો લોન લેતા હોય છે. તો એવા પણ કેટલાક લોકો હોય છે, જેમના બેંક ખાતામાં બેલેન્સ જ નથી હોતુ આમ છતાં તે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે લોન લેવાને લઈને અવઢવમાં હોય છે, તો આજે અમે તમારી આ મુંઝવણ દૂર કરી દઈશું અને એક એવી સર્વિસ વિશે વાત કરીશું, જે જાણીને તમે પણ બોલી ઉઠશો કે મારે પણ આજ જોઈતું હતુ.

હકીકતમાં પ્રાઈવેટ સેક્ટરની HDFC બેંકના ATM થકી તમે ખાતામાં ઝીરો બેલેન્સ હોવા છતાં પણ પૈસા ઉપાડી શકો છે. હકીકતમાં આ એક પ્રકારની લોન જ છે, જે બેંક દ્વારા આપવામાં આવે છે. તો ચાલો જાણીએ તમે તેનો લાભ કેવી રીતે ઉઠાવી શકો છો.

જો તમે પણ HDFC બેંકના ATM થકી લોન લેવા માંગતા હોવ, તો તમારે નીચે દર્શાવેલા સ્ટેપ્સ ફૉલો કરવા પડશે. જે લોન તમારું બેંક બેલેન્સ ઝીરો હશે, તો પણ મળી જશે.

  • સૌ પ્રથમ તમારે એ જોવું પડશે કે, તમને HDFC બેંક તરફથી પ્રી-એપ્રુવ્ડ લૉન ઑફર કરવામાં આવી રહી છે કે નહીં. જેની જાણ તમને બેંકની એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. આ સાથે જ બેંકના કસ્ટમર કેર પર કૉલ કરીને પણ તેની જાણકારી મેળવી શકો છો.
  • જે બાદ તમારે HDFC બેંકના ATMમાં જઈને લૉનનો ઑપ્શન સિલેક્ટ કરવો પડશે.
  • હવે સ્ક્રિન પર દેખાતી તમામ વિગતોને ધ્યાનથી વાંચો. જો તમે તેનાથી સહમત હોવ, તો નીચે આપેલા Proceed બટન પર ક્લિક કરો.
  • હવે તમને સ્ક્રિન પર કેટલીક અંગત જાણકારી દેખાશે, જેને ધ્યાનથી વાંચો. જો તમામ જાણકારી સાચી હોય, તો Ok the Bank Records Are Correct પર ક્લિક કરી દો
  • અહીં તમારી પાસે PIN માંગવામાં આવશે, જે એડ કરો
  • હવે તમને એક મેસેજ જોવા મળશે. જેમાં લખ્યું હશે કે, તમને બેંક તરફથી પર્સનલ લોન મળી ચૂકી છે. આ સાથે જ લોનની એમાઉન્ટ પણ દર્શાવવામાં આવશે. જ્યાં તમારે ફરીથી Proceed પર ક્લિક કરવું પડશે.
  • આ રીતે તમે ATM મશીનની મદદથી પણ પાંચેક મિનિટમાં જ લોન માટે એપ્લાય કરી શકો છે. ખાસ વાત એ છે કે, આ લોન તમારું બેલેન્સ ઝીરો હશે, તો પણ તમને મળી શકે છે.