HDFC Bank New Rule: HDFC Bankએ સૌથી મહત્વનો નિર્ણય લીધો, તમારી લોન પર થઈ શકે છે સીધી અસર, જાણો આ માહિતી

Bank New Rule: HDFC Bank એ તેના માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે HDFC Bank એ કેટલીક મુદતની MCLRમાં ઘટાડો કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 04:38 PM (IST)Updated: Mon, 10 Aug 2026 04:38 PM (IST)
hdfc-bank-took-the-most-important-decision-it-can-have-a-direct-impact-on-your-loan-know-this-information

Bank New Rule: HDFC Bank એ તેના માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે HDFC Bank એ કેટલીક મુદતની MCLRમાં ઘટાડો કર્યો છે, જ્યારે કેટલીક અવધિ માટે MCLRમાં કોઈ ફેરફાર નહીં કરી યથાવત રાખ્યા છે.

નવા દરો 7મી ઓગસ્ટ 2026થી જ લાગુ થઈ ગયા છે. MCLR હવે અલગ-અલગ મુદતના આધાર પર 8 ટકાથી 8.65 ટકા વચ્ચે છે.

ધિરાણ મેળવનારને કેવો ફાયદો મળશે

MCLRમાં ઘટાડો કરવાથી HDFC Bankના ધિરાણ મેળવનાર સૌને ફાયદો એમ જ નહીં મળે. આ એ બાબત પર આધાર રાખે છે કે ગ્રાહકની લોન કયા બેંકમાર્ક સાથે સંકળાયેલ છે. જેમ કે જો કોઈ ગ્રાહકની લોન એક વર્ષના MCLR સાથે સંકળાયેલ છે તો બેંચમાર્ક 8.45 ટકાથી ઘટી 8.40 ટકા થઈ ગયું છે. આ માટે MCLRમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો અર્થ એ જરૂરી નથી કે ગ્રાહકોના અંતિમ વ્યાજના દર પણ તાત્કાલિક 5 બેસિસ પોઇન્ટ ઓછો થઈ જશે.

તો પછી હોમ લોન પર શું અસર થશે

મોટાભાગે તો નવા ફ્લોટિંગ રેટ ધરાવતા રિટેલ લોનમાં વ્યાજ દરમાં ફેરફાર કરવા માટે MCLR મુખ્ય આધાર નથી. આ સંજોગોમાં લોન સામાન્ય રીતે એક્સટર્નલ બેંચમાર્ક સાથે જોડાયેલ છે. માટે HDFC Bankના નવા MCLR દરોને જોઈને એવું માનવું યોગ્ય નહીં હોય કે તમામ Home Loanનો EMI આપોઆપ જ ઓછો થઈ જશે.

નિષ્ણાતો બેંચમાર્ક સાથે સંકળાયેલ લોનમાં વ્યાજ દર મુખ્યત્વે તે બેંચમાર્કમાં ફેરફાર અને લોન એગ્રીમેન્ટમાં નિયત સ્પ્રેડ પર આધાર રાખે છે. RBIએ એવું પણ નક્કી કર્યું છે કે બેંકોને એક્સટર્નલ બેંચમાર્ક સાથે સંકળાયેલ લોનનો વ્યાજ દર ઓછામાં ઓછા દર ત્રણ મહિનામાં એક વખત રિસેટ કરવાનો રહેશે.