US Visa Bonds: અમેરિકાએ વિશ્વના 50 દેશ માટે Visa બોન્ડ લાગૂ કર્યાં, જોકે ભારતીય નાગરિકોને મળી છૂટ

US Visa Bonds:અમેરિકા તરફથી એક મહત્વનું અપડેટ આંતરરાષ્ટ્રીય સ્તરેથી સામે આવ્યુ છે, જે ભારતીય નાગરિકો માટે એક મોટી રાહત લઈને આવ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 03 Oct 2026 10:24 PM (IST)Updated: Sat, 03 Oct 2026 10:24 PM (IST)
us-implemented-visa-bonds-for-50-countries-worldwide-indian-citizens-exempted

US Visa Bonds:અમેરિકા તરફથી એક મહત્વનું અપડેટ આંતરરાષ્ટ્રીય સ્તરેથી સામે આવ્યુ છે, જે ભારતીય નાગરિકો માટે એક મોટી રાહત લઈને આવ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા ઈશ્યુ કરવામાં આવે 50 દેશોની તે યાદીમાં ભારતનો સમાવેશ નથી કરવામાં આવ્યો કે જેમાં નાગરિકોને હવે બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા(B1/B2) માટે 20 હજાર ડોલર સુધી વિઝા બોન્ડ ચુકવવા પડશે.

અમેરિકાએ 50 દેશોની યાદી જાહેર કરી

અમેરિકાએ તે 50 દેશોની યાદી જાહેર કરી છે કે જેના નાગરિકો બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા માટે 20 હજાર ડોલર સુધી વિઝા બોન્ડ જમા કરવાના રહેશે. ભારતને તેનાથી છૂટ મળી છે, જોકે બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળ જેવા દક્ષિણ એશિયાના દેશોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

બોન્ડ જમા કરવા જરૂરી

અમેરિકાના વિદેશ વિભાગે શુક્રવારે એવા દેશઓની અપડેટ યાદી જાહેર કરી કે જેના નાગરિકોને B1/B2 વિઝા માટે યોગ્યતા મેળવવ્યા બદલ બોન્ડ જમા કરવા જરૂરી છે.અમેરિકાના વિદેશ વિભાગની માહિતી પ્રમાણે આ કડક કાર્યક્રમનો ઉદ્દેશ એવા દેશોના નાગરિકો પર અંકૂશ મુકવાનો છે કે જેમના ત્યાંથી અમેરિકા જતા લોકો નિયત સમયથી વધારે સમય (ઓવરસ્ટે) કરતાં હોય છે. આ નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની ઓવરસ્ટે રિપોર્ટના આધાર પર કરવામાં આવ્યો છે.

રૂપિયા 8થી 16 લાખ રકમના બોન્ડ જમા કરવા પડશે

આ વ્યવસ્થા અંતર્ગત યાદીમાં એવા દેશોના યાત્રીઓને કોંસુલર ઓફિસરના દિશા-નિર્દેશ પ્રમાણે 10 હજાર, 15 હજાર અથવા 20 હજાર ડોલર એટલે કે આશરે રૂપિયા 8થી 16 લાખ રકમના બોન્ડ જમા કરવા પડશે.વધુમાં આ મુસાફરોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા અને પાછા ફરવા માટે ફક્ત વાણિજ્યિક વિમાનો અને અધિકૃત એરપોર્ટનો ઉપયોગ કરવો પડશે; તેઓ ચાર્ટર ફ્લાઇટ્સ અથવા દરિયાઈ બંદરોનો ઉપયોગ કરી શકશે નહીં.જો શરતોનું પાલન કરવામાં આવે તો આ રકમ પરત કરવામાં આવે છે તેમ છતાં સામાન્ય મુસાફરો માટે આ પ્રક્રિયા હજુ પણ આર્થિક રીતે પડકારજનક છે.