Udaan Scheme: ભારતીય નાગરિક ઉડ્ડયન માર્કેટના વિકાસની ક્ષમતાને વધારવા માટે સરકારે કેન્દ્રીય બજેટમાં 120 નવા સ્થળોને જોડવા માટે સુધારવામાં આવેલ ક્ષેત્રીય હવાઈ સંપર્ક યોજના 'ઉડાન' બિહારમાં એરપોર્ટ પ્રોજેક્ટ તથા વિમાન મારફતે માલ-સામાનના પરિવહન માટે પાયાગત આંતરમાળખાને અપગ્રેડેશનની જાહેરાત કરી છે.
જોકે, 2025-26ના બજેટમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય માટે ફાળવણી લગભગ 10 ટકા ઘટાડીને રૂપિયા 2,400 કરોડ કરવામાં આવી છે. ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના માટેના ફંડમાં પણ 32 ટકાનો ઘટાડો કરીને રૂપિયા 540 કરોડ કરવામાં આવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે UDAN એ 1.5 કરોડ મધ્યમ વર્ગના લોકોને ઝડપી મુસાફરીની તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં સક્ષમ બનાવ્યા છે.
"આ સફળતાના પગલે આગામી 10 વર્ષમાં 120 નવા સ્થળો સાથે પ્રાદેશિક જોડાણ વધારવા અને 4 કરોડ મુસાફરોને પરિવહન કરવા માટે એક સુધારેલી UDAN યોજના શરૂ કરવામાં આવશે,. આ યોજના ડુંગરાળ, આકાંક્ષી અને ઉત્તરપૂર્વીય જિલ્લાઓમાં હેલિપેડ અને નાના એરપોર્ટ માટે પણ સહાય પૂરી પાડશે.