US Changes Visa Rule: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટી તંત્રએ US વિઝાને લઈ નવા નિયમ નક્કી કર્યાં છે. વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝીટર્સ અને પત્રકારોના વિઝાને લઈ નવી સમય-સીમા નક્કી કરવામાં આવી છે.
ટ્રમ્પ સરકારના આ નવા વિઝા નિયમોને લીધે દાયકા જૂની તે વ્યવસ્થા ખતમ થઈ જશે કે જે અંતર્ગત ત્યા સુધી રહી શકતા હતા કે જ્યાં સુધી શાળામાં અભ્યાસ કરતાં હતા અથવા તો તેમના કામ પર હતા.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) તરફથી આજે ગુરુવારે 16 જુલાઈના રોજ જારી કરવામાં આવેલા નવા નિયમ પ્રમાણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અને એક્ચેન્જ વિઝીટર્સ માટે સામાન્ય રીતે ચાર વર્ષની સીમા હશે, જ્યારે વિદેશી પત્રકારોને એક વખતમાં 240 દિવસ અથવા ચીનના નાગરિકોની બાબતમાં ફક્ત 90 દિવસ માટે જ પ્રવેશ આપવામાં આવશે.
અમેરિકા વિઝાની લિમિટનો અંત આવ્યા બાદ જે કોઈ પણ વધારે સમય સુધી રહેવા ઈચ્છતા હોય તેમણે વિઝાની અવધિ વધારવા માટે અરજી કરવાની રહેશે અથવા અમેરિકા છોડીને પરત ફરવા માટે અરજી કરવાની રહેશે.
આ નવા વિઝા નિયમો લાગુ થવાથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં શરૂ થતા કોલેજ પ્રોગ્રામમાં દાખલ થવાની અસર કરી શકે છે.
અમેરિકાએ શા માટે આ નિર્ણય કર્યો
અમેરિકામાં જ્યારે આ ફેરફાર પહેલી વખત ગયા વર્ષે ગરમીમાં દરખાસ્ત કરવામાં આવી હતી ત્યારે DHSએ અખબારી યાદી જાહેર કરીને વિદેશી નાગરિકોને અનિશ્ચિત સમય સુધી અમેરિકામાં રહેવાનો અંદાજ આપવા પર પ્રશ્ન સર્જો હતો.
