US Visa Rules: અમેરિકાના વિઝા નિયમોમાં મોટો ફેરફાર, હવે નવજાત શિશુથી લઈને 18 વર્ષ સુધીના બાળકો માટે પણ ઈન્ટરવ્યુમાં હાજરી ફરજિયાત!

હવે જો કોઈ બાળક નવજાત હોય, ટોડલર હોય કે ટીનએજર હોય, તેને પણ પોતાની વિઝા એપોઇન્ટમેન્ટ સમયે કન્સુલેટ ઓફિસ ખાતે હાજર રાખવું પડશે. માતા-પિતા પોતાના બાળકના બદલે એકલા ઈન્ટરવ્યુ આપી શકશે નહીં.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 19 Aug 2026 12:14 PM (IST)Updated: Wed, 19 Aug 2026 12:14 PM (IST)
us-visa-rules-change-minor-children-in-person-interview-mandatory-us-embassy
યુએસ વિઝા નિયમોમાં ફેરફાર

US Visa Rules Change: અમેરિકા (USA) જવાની તૈયારી કરી રહેલા ભારતીય પરિવાર માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને યુએસ એમ્બેસી દ્વારા વિઝા પ્રક્રિયાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા અને કડક નિયમો અનુસાર, હવેથી નવજાત શિશુથી લઈને 18 વર્ષથી નાની ઉંમરના તમામ સગીર બાળકોએ પણ કન્સુલર વિઝા ઈન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવું પડશે.

ઉંમર આધારિત મુક્તિ સમાપ્ત

અત્યાર સુધીના જૂના નિયમો મુજબ, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામાન્ય રીતે વિઝા ઈન્ટરવ્યુમાં જવામાંથી મુક્તિ મળતી હતી. જો માતા-પિતા પાસે વેલિડ યુએસ વિઝા હોય અથવા તેઓ ઈન્ટરવ્યુ આપતા હોય, તો બાળકોના બદલે માત્ર દસ્તાવેજો જમા કરાવીને (ડ્રોપબોક્સ સુવિધા દ્વારા) વિઝા મેળવી શકાતા હતા. પરંતુ હવે યુએસ એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે વય આધારિત તમામ મુક્તિઓ નાબૂદ કરવામાં આવી છે.

હવે જો કોઈ બાળક નવજાત હોય, ટોડલર હોય કે ટીનએજર હોય, તેને પણ પોતાની વિઝા એપોઇન્ટમેન્ટ સમયે કન્સુલેટ ઓફિસ ખાતે હાજર રાખવું પડશે. માતા-પિતા પોતાના બાળકના બદલે એકલા ઈન્ટરવ્યુ આપી શકશે નહીં.

શા માટે લેવાયો આ સખત નિર્ણય?

યુએસ સત્તાવાળાઓ અનુસાર, આ નિર્ણય વૈશ્વિક સીમા સુરક્ષા, જાહેર સલામતી અને અરજદારોની બાયોમેટ્રિક તથા આઈડેન્ટિટી વેરિફિકેશન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. કન્સુલર ઓફિસર દ્વારા દરેક અરજદારની રૂબરૂ ચકાસણી કરવી હવે વિઝા પ્રક્રિયાનો મુખ્ય ભાગ બની ગયો છે.

માતા-પિતા માટે ખાસ સૂચનાઓ

યુએસ વિઝા માટે અરજી કરી રહેલા વાલીઓને અગાઉથી યોગ્ય પ્લાનિંગ કરવાની સલાહ આપવામાં આવી છે. બાળકનો અલગ DS-160 ફોર્મ ભરવાનો રહેશે. આ સાથે બાળકની જન્મ તારીખનું પ્રમાણપત્ર, વેલિડ પાસપોર્ટ, ફોટોગ્રાફ્સ અને પેરેન્ટ્સના વિઝા સંબંધિત તમામ દસ્તાવેજો ઈન્ટરવ્યુ સમયે સાથે રાખવાના રહેશે. વિઝા એપોઇન્ટમેન્ટનો સમય એ રીતે સ્લોટ કરવાનો રહેશે જેથી બાળકની હાજરીમાં કોઈ મુશ્કેલી ન પડે.