Trump Accuses India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 સપ્ટેમ્બરના રોજ દાવો કર્યો હતો કે ભારતે તમામ ટેરિફ "ઝીરો" સુધી ઘટાડવાની ઓફર કરી છે અને કહ્યું હતું કે 'હવે ખૂબ મોડું' થઈ ગયું છે. ટ્રમ્પે ભારતના બિઝનેસ ક્ષેત્ર પર પણ હુમલો કર્યો છે અને લાંબા સમયથી ચાલતા આર્થિક સંબંધોને 'સંપૂર્ણ એકતરફી આપદા' તરીકે ગણાવ્યા છે.
ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે બંને દેશો વચ્ચેના વેપાર અસંતુલનની ટીકા કરી છે અને ભારત પર દાયકાઓથી અમેરિકના માલ સામાન પર ખૂબ જ ઊંચા ટેરિફ લાદવાનો આરોપ મૂક્યો છે.
Breaking: Trump posts on India tariff, says, 'India buys most of its oil & military products from Russia' pic.twitter.com/CfHh7CSXzb
— Sidhant Sibal (@sidhant) September 1, 2025
ખૂબ ઓછા લોકો એવું સમજે છે કે અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કરીએ છીએ, પણ હકીકતમાં તેઓ અમારી સાથે ઘણો વેપાર કરે છે… તેઓ અમને ખૂબ જ મોટા પ્રમાણમાં ચીજવસ્તુઓ વેચે છે… પરંતુ અમે તેમને ખૂબ જ ઓછી ચીજવસ્તુઓ વેચીએ છીએ. અત્યાર સુધી તે સંપૂર્ણપણે એકતરફી વેપાર રહ્યો છે અને દાયકાઓથી આ રીતે જ ચાલી રહ્યો છે,તેમ ટ્રમ્પે લખ્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે કોઈપણ દેશના 'સૌથી વધુ' ટેરિફને કારણે અમેરિકન વ્યવસાયો ભારતીય બજારમાંથી બહાર થઈ રહ્યા છે. અને સ્વીકાર્યું કે ભારતે હવે ટેરિફ શૂન્ય કરવાની ઓફર કરી છે,પણ ટ્રમ્પે કહ્યું કે હવે ઘણું મોડું થઈ ગયું છે. તેમણે તે વર્ષો પહેલા કરી લેવું જોઈતું હતું.
તેમણે તેલ અને લશ્કરી સાધનો માટે ભારતની રશિયા પર સતત નિર્ભરતા તરફ પણ ધ્યાન દોર્યું અને કહ્યું કે દેશ આ ક્ષેત્રોમાં અમેરિકા પાસેથી ખૂબ જ ઓછી ખરીદી કરે છે.
ટ્રમ્પની આ ટિપ્પણી તેમના વહીવટીતંત્ર દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યાના થોડા દિવસો પછી આવી છે. 27 ઓગસ્ટ, 2025થી, ભારતીય નિકાસ પર સંયુક્ત 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. સરકારે આ પગલાની ટીકા અન્યાયી ગણાવી હતી. નવા ટેરિફ કાપડ, રત્ન, ફૂટવેર અને મશીનરી જેવી મુખ્ય ભારતીય નિકાસ પર લાદવામાં આવ્યા છે, જ્યારે ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.