Train Rules:ટ્રેનમાં ફોન પર મોટેથી ગીતો સાંભળવા, વીડિયો જોવા બદલ થઈ શકે છે રૂપિયા 1000 દંડ, સર્ક્યુલર ઈશ્યુ કરાયું

દક્ષિણ રેલવેએ રેલવે ધારાની કલમ 142 ટાંકીની કાર્યવાહી કરવાની વાત કહી છે. આ કાયદામાં જન વિશ્વાસ એક્ટ હેઠળ પરિવર્તન કરવામાં આવેલ છે. રેલવેએ તેનો ઉપયોગ યાત્રીઓને પરેશાન કરનાર વ્યવહાર પર કાર્યવાહી માટે કરેલ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 19 Oct 2026 02:00 PM (IST)Updated: Mon, 19 Oct 2026 02:00 PM (IST)
train-rule-watching-videos-at-high-volume-in-railway-fine-of-rs-1000-issued-circular

Train Rules: ટ્રેનમાં મુસાફરી કરતા વખતે મોબાઈલ પર વધારે અવાજથી ગીતો સાંભળવા, વીડિયો ચલાવવા અથવા સતત ઊંચા અવાજથી વાતો કરીને અન્ય યાત્રીઓને માટે મુશ્કેલી ઉભી કરનાર યાત્રીઓ સામે હવે કાર્યવાહી કરવાનું દક્ષિણ રેલવે દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. રેલવેએ ચેતવણી આપી છે કે મોબાઈલ પર સ્પીકર મોડમાં ગીતો અથવા વીડિયો ચલાવવા જેવી પ્રવૃત્તિઓ આચરનારાને રૂપિયા 1000 સુધીનો દંડ થઈ શકે છે.

આ પ્રકારના યાત્રીઓને ટ્રેનના ડબ્બા સહિત રેલવે સંકુલમાંથી હટાવવામાં આવી શકે છે. રેલવે દ્વારા જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે સતત આમ કરનારાને છ મહિનાની જેલ અને રૂપિયા 5000 દંડ થઈ શકે છે.

તમામ ડિવિઝનોને એક સર્ક્યુલર ઈશ્યો કર્યો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે દક્ષિણ રેલવે આ પ્રકારની સમસ્યા અટકાવવા માટે પોતાના તમામ ડિવિઝનોને એક સર્ક્યુલર ઈશ્યો કર્યો છે. આ અંગેની માહિતી બોર્ડને પણ આપવામાં આવી છે. એક પરિપત્રમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે રેલવે સ્ટેશનો તથા ટ્રેનોની અંદર મોબાઈલ ફોન સ્પીકર પર ગીતો, વીડિયો અને અન્ય કન્ટેન્ટ ચલાવવાની સમસ્યા સતત વધી રહી છે. અન્ય યાત્રીઓને પરેશાની થઈ રહી છે. રેલવેએ તેના ડિવિઝન યાત્રીઓને સંબંધિત કાયદાકીય નિયમો અંગે માહિતી આપવા અને આ પ્રકારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે આદેશ કર્યો છે.

કયા નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે?

દક્ષિણ રેલવેએ રેલવે ધારાની કલમ 142 ટાંકીની કાર્યવાહી કરવાની વાત કહી છે. આ કાયદામાં જન વિશ્વાસ એક્ટ હેઠળ પરિવર્તન કરવામાં આવેલ છે. રેલવેએ તેનો ઉપયોગ યાત્રીઓને પરેશાન કરનાર વ્યવહાર પર કાર્યવાહી માટે કરેલ છે.રેલવે અધિકારીના મતે અન્ય રેલવે ઝોન તથા મેટ્રો સિસ્ટમ પણ આ પ્રકારના વ્યવહારોને અટકાવવા માટે અનેક પ્રકારની જોગવાઈનો ઉપયોગ કરી શકે છે.

ખાસ વાત એ છે કે મેટ્રો રેલમાં મુશ્કેલી સર્જનાર પર દંડ લગાવવામાં આવી શકે છે અને આ પ્રકારના વ્યક્તિઓને કોચથી હટાવવામાં આવી શકે છે.