India China Trade:ચીનનો ભારત સાથે મલાઈદાર બિઝનેસ;10 વર્ષમાં ચીન-ભારત વચ્ચે વ્યાપાર ખાધ ડબલ થઈ થઈ

ચીન સાથે ભારતની વ્યાપાર ખાધ ઝડપભેર વધી રહી છે. નાણાકીય વર્ષ 2015-2016માં ભારત અને ચીન વચ્ચે વ્યાપાર ખાધ 52.70 અબજ ડોલર હતી. જે નાણાકીય વર્ષ 2025-2026માં વધીને 112 અબજ ડોલરને પાર થઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 18 Oct 2026 10:02 AM (IST)Updated: Sun, 18 Oct 2026 10:02 AM (IST)
trade-deficit-between-india-and-china-has-doubled-over-last-10-years

India China Trade:રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકા સાથે વિશાળ વ્યાપાર ખાધ એટલે કે અમેરિકામાં નિકાસ કરી તગડી કમાણી કરતા દેશો સામે ટેરિફનું હથિયાર ઉગામેલું છે ત્યારે વિશ્વ અર્થતંત્રમાં મોટા પરિવર્તન આવ્યા છે. બીજીબાજુ ભારત અને ચીન વચ્ચે જે વ્યાપાર ચાલી રહ્યો છે તેમાં ભારતનો ચીન પરનો આધાર વધી રહ્યો છે. આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ચીન અને ભારત વચ્ચેના બિઝનેસમાં ભારતની વેપાર ખાધને ભારે ફટકો પડી રહ્યો છે. એટલે કે ચીન ભારતમાં એન્જીનીયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ, ટેકનોલોજીથી લઈ લગભગ તમામ સેક્ટરમાં ભારતમાં માલસામાનનું વેચાણ કરી મબલખ કમાણી કરી રહ્યું છે. સામે ભારતની ચીનમાં નિકાસ ખપ પૂરતી જ છે.

છેલ્લા 10 વર્ષમાં વ્યાપાર ખાધ ડબલ થઈ

ચીન સાથે ભારતની વ્યાપાર ખાધ ઝડપભેર વધી રહી છે. નાણાકીય વર્ષ 2015-2016માં ભારત અને ચીન વચ્ચે વ્યાપાર ખાધ 52.70 અબજ ડોલર હતી. જે નાણાકીય વર્ષ 2025-2026માં વધીને 112 અબજ ડોલરને પાર થઈ છે.

બિલકુલ સરળ સરળ ભાષામાં કહીએ તો ભારત ચીનને જેટલો માલ-સામાન વેચે છે તેના કરતાં અનેક ગણો માલ-સામાન ખરીદે છે. આ અંતરને વ્યાપાર ખાધ કહેવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી જે વેપાર ખાધ વધી રહી છે તે આગામી સમયમાં પણ વધુ વિસ્તરીત બને તેવી શક્યતા છે. આ સંજોગોમાં ભારત હવે ચીન સાથેની વેપાર ખાધને ઓછી કરવા ચાર્જીસ કે ટેરિફ લાદવાને બદલે વાતચીતનો માર્ગ અપનાવાની તરફેણમાં છે. જોકે આ એક લાંબી પ્રક્રિયા છે અને તે ભારતને ટૂંકા ગાળામાં કોઈ જ લાભ અપનાવશે નહીં તે નિશ્ચિત છે. 

જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ભારત-ચીન વચ્ચે વ્યાપાર 25.4 ટકા વધીને 144.45 અબજ ડોલર થયો છે. ભારતની ચીનમાંથી થથી આયાત 23.3 ટકા વધી 125.19 અબજ ડોલર થઈ હતી. જ્યારે ભારતની ચીનમાં નિકાસ 40.7 ટકા વધીને 19.26 અબજ ડોલર થઈ હતી. આમ ભારતની 105.93 અબજ ડોલરની જંગી વ્યાપાર ખાધ છે. અને ચીનની ભારત સાથેની વેપાર પૂરાંત 105.93 અબજ ડોલર છે.