Nvidiaના નવા CEOની સ્પર્ધામાં ભારતીય મૂળના 3 વ્યક્તિનો પણ સમાવેશ

Nvidia's new CEO:એનવીડિયાને લઈ સતત અપડેટ સામે આવી રહ્યું છે. કંપનીના CEO પદ પર લાંબા સમય સુધી કામગીરી ધરાવતાર જેનસન હુઆંગના કાયમી ઉત્તાધિકારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 03:39 PM (IST)Updated: Fri, 13 Nov 2026 03:43 PM (IST)
three-individuals-of-indian-origin-are-also-among-the-contenders-for-the-position-of-nvidias-new-ceo

Nvidia's new CEO:એનવીડિયાને લઈ સતત અપડેટ સામે આવી રહ્યું છે. કંપનીના CEO પદ પર લાંબા સમય સુધી કામગીરી ધરાવતાર જેનસન હુઆંગના કાયમી ઉત્તાધિકારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હુઆંગે અનેક પ્રકારના વિવાદો વચ્ચે છેવટે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. આ ઘટનાક્રમને લીધે ચિપનું ઉત્પાદન કરતી આ કંપનીના ભવિશ્યને લઈ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. 

કંપનીનું કહેવું છે કે બોર્ડ CEOના પદને લઈ અંદરથી કે બહારથી નવેસરથી વિચારણા કરી શકે છે, જે હુઆંગનું સ્થાન લઈ શકે છે, જે એનવીડિયાને AIના સેક્ટરમાં એક મોટી શક્તિ બનાવી દીધી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ યાદીમાં કૂલ 11 વ્યક્તિના નામનો સમાવેશ થાય છે. તેમાં ભારતીય મૂળના ત્રણ વ્યક્તિ પણ સ્પર્ધામાં છે.

સંજય મેહરોત્રા

મેમરી ચિપ તૈયાર કરનારી કંપની માઈક્રોનના CFO સંજય મેહરોત્રા પાસે બહોળો અનુભવ છે અને તેમણે એનવીડિયા સાથે મળીને વ્યાપક પ્રમાણમાં કામગીરી કરી છે. તેઓ એનવીડિયાના ટોચના પદ પર રહીને કામગીરી સંભાળી છે.

આ ઉપરાંત મેહરોત્રાએ વર્ષ 1988માં ફ્લેશ-મેમરી સેક્ટરની અગ્રણી કંપની સેનડિસ્કના સહસ્થાપક રહી ચુક્યા છે અને વર્ષ 2016માં કંપનીના વેચાણ સુધીની યાત્રામાં જોડાયેલા રહ્યા હતા. તેઓ એનવીડિયા સાથે મજબૂત નાતો ધરાવે છે. 

નિકેશ અરોડા

પાલો ઓલ્ટો નેટવર્ક્સના CEO નિકેશ અરોડા પણ સંભવિત યાદીમાં અગ્રેસર છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં આપેલી માહિતી પ્રમાણે રોકાણકારોને તેમના નામને આગળ કર્યું છે. નિકેશ વર્ષ 2018થી જ ઓલ્ટો નેટવર્ક્સનું લિડરશીપ કરી રહ્યા છે. અને AI આધારિત સાઈબર સુરક્ષાના સેક્ટરમાં વ્યાપક કામગીરી જોઈ રહ્યા છે.

થોમસ કુરિયન

એક્સિઓસના અહેવાલ પ્રમાણે ગૂગલ ક્લાઉડના CEO થોમસ કુરિયન પણ એનવીડિયાના CEO તરીકેના પદને લઈ ચર્ચામાં છે. ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર અને AI સર્વિસિસને લગતી કામગીરી તેઓ જોઈ રહ્યા છે.

  • કોલેટ ક્રેસ્સ,
  • ઈયાન બક
  • રેને હાસ
  • પેટ ગેલ્સિંગર
  • લિસા સૂ
  • મેટ મર્ફી
  • જોની સરોજી
  • ટિમ કુક