Stock Market Next Week: આ સપ્તાહમાં GDP Dataથી લઈ ફુગાવા સહિત આ 5 પરિબળ શેરબજારની દિશા નક્કી કરશે

વિદેશી ફંડોની વેચવાલી(Foreign Fund Selling) ધીમી પડી હતી. વૈશ્વિક સ્તરે અનેક હકારાત્મક સંકેતો વચ્ચે ઇન્ડેક્સ લાંબા સમય સુધી ઉંચા મથાળે ટકી શક્યો ન હતો.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 07 Sep 2025 06:45 PM (IST)Updated: Sun 07 Sep 2025 07:30 PM (IST)
these-5-factors-from-gdp-data-to-inflation-will-determine-the-direction-of-the-stock-market-this-week-599063

Stock Market Next Week: ગત શુક્રવાર 5 સપ્ટેમ્બરના રોજ ભારતીય શેરબજાર (Indian stock market) બંધ થયું. રોકાણકારો(Investors)એ દિવસ દરમિયાન નફારૂપી વેચવાલી કરી હતી અને ટ્રમ્પ ટેરિફ(Trump Tariff) અંગે ચિંતાઓ યથાવત રહી છે. વિદેશી ફંડોની વેચવાલી(Foreign Fund Selling) ધીમી પડી હતી.

વૈશ્વિક સ્તરે અનેક હકારાત્મક સંકેતો વચ્ચે ઇન્ડેક્સ લાંબા સમય સુધી ઉંચા મથાળે ટકી શક્યો ન હતો. સેન્સેક્સ(Sensex) 7 પોઇન્ટ ઘટીને 80,710.76 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 7 પોઇન્ટ વધીને 24,741 પર બંધ થયો હતો.

કયા પરિબળો બજારને અસર કરશે?

ફુગાવાના આંકડા (Inflation Data)
ઓગસ્ટ મહિના માટે CPI એટલે કે છૂટક ફુગાવાના દરના આંકડા શુક્રવાર, 12 સપ્ટેમ્બરના રોજ જાહેર થવાના છે. આ અઠવાડિયું સ્થાનિક અને વિદેશી બંને સ્તરે ડેટાથી ભરેલું રહેશે. ફુગાવાની સાથે બેંક ક્રેડિટ, ડિપોઝિટ વૃદ્ધિ અને ફોરેક્સ રિઝર્વ પર પણ નજર રાખવામાં આવશે, ખાસ કરીને જ્યારે બેંકિંગ ક્ષેત્ર તાજેતરમાં નબળું રહ્યું છે.

US આર્થિક ડેટા (US Economic Data)
વૈશ્વિક સ્તરે આ અઠવાડિયે ફુગાવાના અંદાજ, PPI, CPI, બેરોજગારીના આંકડા અને USમાં કન્ઝ્યુમર સેન્ટીમેન્ટ જેવા ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ ડેટા નક્કી કરશે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે કે નહીં અને તેનાથી વિદેશી રોકાણ પર પણ અસર પડશે.

ટ્રમ્પ ટેરિફની અસર (Impact Of Trump Tariffs)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ કેટલાક દેશો નિકલ, સોનું, દવાઓ અને રસાયણો જેવી ઈન્ડસ્ટ્રીયલ એક્સપોર્ટ્સ પર ટેરિફ મુક્તિ મેળવી શકે છે.

આ આદેશમાં 45થી વધારે શ્રેણીનો સમાવેશ થાય છે, જે સંયુક્ત ભાગીદારો સાથે કરાર કરે તો ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટીનો લાભ મેળવી શકે છે. તેનાથી વૈશ્વિક વેપાર અને ભારતના નિકાસ પર અસર પડી શકે છે.

વિદેશી અને સ્થાનિક રોકાણકારો (FII અને DII)
શુક્રવારે, વિદેશી રોકાણકારોએ રૂપિયા 1,305 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા 1,821 કરોડના શેર ખરીદ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં, FII એ કુલ રૂપિયા 2.15 લાખ કરોડના શેર વેચ્યા છે, જ્યારે DII એ રૂપિયા 5.24 લાખ કરોડના શેર ખરીદ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક રોકાણકારો બજારમાં વિશ્વાસ બતાવી રહ્યા છે જ્યારે વિદેશી રોકાણકારો થોડા સાવધ છે.

સોનાના ભાવ (Gold Prices)
યુએસમાં નબળા રોજગાર ડેટાને કારણે સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. સ્પોટ ગોલ્ડ 3,599.89 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે, જે ચાર મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. ભારતમાં પણ MCX પર સોનું રૂપિયા 1,07,807 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે.

નિષ્ણાતો કહે છે કે જો સોનું રૂપિયા 1,06,450થી ઉપર રહે છે, તો તે વધુ વધી શકે છે. જો કે, જો તે રૂપિયા 1,06,150 થી નીચે આવે છે તો નબળાઈના સંકેતો હોઈ શકે છે.