ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો, ક્રુડ ઓઈલના ભાવમાં પણ થયો ઘટાડો, ભારતીય અર્થતંત્રને મોટો હાશકારો

Indian Economy:આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે અને તેને લીધે ક્રુડ ઓઈલના બેરલદીઠ ભાવ 90 ડોલરથી નીચે આવી ગયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 07:44 AM (IST)Updated: Fri, 13 Nov 2026 07:51 AM (IST)
the-rupee-strengthened-against-the-dollar-and-crude-oil-prices-also-declined
Crude-Oil-Price-In-Interantion-Market-Update-1790162058904.webp

Indian Economy:આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે અને તેને લીધે ક્રુડ ઓઈલના બેરલદીઠ ભાવ 90 ડોલરથી નીચે આવી ગયા છે. ખાસ વાત એ છે કે ગયા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલરની નજીક પહોંચ્યા હતા, જે લેવલથી આ ભાવ આશરે 30 ડોલર નીચે છે.

તેને લીધે ભારત જેવા દેશ પર એનર્જીના મોરચે જે મોંઘવારીનું દબાણ સર્જાયેલું તે કંઈક હસ્તક હળવું થયુ છે. ભારતની નાણાકીય વર્ષ 2027ના બીજા છ મહિનાના ગાળામાં આ મોટી રાહત છે. ખાસ કરીને ચાલુ ખાતાની ખાધ એટલે કે CADમાં ઘટાડો થયો છે અને સરકારી તિજોરી પર તેની સારી અસર જોવા મળી છે.

ઓક્ટોબર મહિનામાં ક્રુડ ઓઈલની કિંમત વર્ષ 2012ના માર્ચ મહિના બાદ સૌથી વધારે અસર જોવા મળી છે. જ્યારે ભારતીય ઓઈલ બાસ્કેટની સરેરાશ કિંમત 123 ડોલર જેટલી ઊંચી હતી. આ સંજોગોમાં પડતર કિંમત એટલે કે વિવિધ પ્રોડક્ટ્સની પડતર કિંમતમાં નોંધપાત્ર વધારો થયો હતો અને WPI પર મોંઘવારીનો દર વધીને 11.4 ટકા થઈ ગયો છે. બીજી બાજુ US ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પણ મજબૂત થયું છે.

ક્રુડ ઓઈલ પર સૌથી મોટી અસર અમેરિકાની ચૂંટણીની થઈ છે. અમેરિકામાં ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પક્ષને પરાજય મળતા તેની બજાર પર અસર જોવા મળી છે. ઈરાન યુદ્દને લઈ થોડી રાહત મળી છે. આ સંજોગોમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સપ્લાઈ સામાન્ય થાય તેવી અપેક્ષા છે.અમેરિકા દ્વારા ક્રુડ ઓઈલની કિંમત 100 ડોલરથી ઉપર ચાલી રહ્યા નથી. 80 ડોલરથી 90 ડોલરની રેન્જમાં યથાવત રહેશે.  ભારતમાં ક્રુડ ઓઈલની કિંમત ઘટવાને લીધે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હવે કોઈ વધારો થાય તેવી શક્યતા નહીંવત છે. આમ દિવાળી બાદ સૌથી મોટી રાહત જોવા મળી રહી છ.