India's GDP: વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર 7.4 ટકા દરથી વૃદ્ધિ પામશે, બેન્ક ઓફ અમેરિકાએ ભારત અંગે રજૂ કર્યું ફુલ ગુલાબી ચિત્ર

India's GDP Outlook:ભારતનો GDP નાણાકીય વર્ષ 2027ના ત્રીજા ત્રિમાસિક ગાળા એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાર્ષિક ધોરણે 7.7 ટકા દરથી વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. આ દરમિયાન GVA 8.1 ટકા દરથી વૃદ્ધિ નોંધાવી શકે છે. આ માહિતી બેન્ક ઓફ અમેરિકા દ્વારા તેના રિસર્ચને લગતા અહેવાલમાં આપવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 12 Nov 2026 03:52 PM (IST)Updated: Thu, 12 Nov 2026 03:59 PM (IST)
indias-gdp-will-grow-at-a-pace-of-74-per-cent-in-the-current-financial-year-estimates-bank-of-america

India's GDP Outlook:ભારતનો GDP નાણાકીય વર્ષ 2027ના ત્રીજા ત્રિમાસિક ગાળા એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાર્ષિક ધોરણે 7.7 ટકા દરથી વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. આ દરમિયાન GVA 8.1 ટકા દરથી વૃદ્ધિ નોંધાવી શકે છે. આ માહિતી બેન્ક ઓફ અમેરિકા દ્વારા તેના રિસર્ચને લગતા અહેવાલમાં આપવામાં આવી છે. બેન્ક ઓફ અમેરિકાના અંદાજ પ્રમાણે સમગ્ર નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે. અને તે નાણાકીય વર્ષ 2028માં વાર્ષિક આધાર આધાર પર 7.5 ટકા રહે તેવી શક્યતા છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ વૃદ્ધિ ભારત પશ્ચિમી એશિયામાં પ્રતિકૂળ સ્થિતિ, અસમાન ચોમાસાની સ્થિતિ અને કૃષિ સેક્ટરમાં નબળી સ્થિતિ વચ્ચે વૈશ્વિક સપ્લાઈમાં જે પડકારો સર્જાયા છે તેમ છતાં અર્થતંત્રની મજબૂત સ્થિતિને દર્શાવે છે. 

આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક અને ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ સાથે ગ્રાહકોની સતત વધતી માંગ અને ક્રેડિટમાં વૃદ્ધિથી દેશના આર્થિક વિકાસને ટેકો મળવાનું યથાવત રહેશે.
અહેવાલ પ્રમાણે મજબૂત ઔદ્યોગિક પ્રવૃત્તિઓને લીધે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આશરે 12 ટકા વૃદ્ધિની આશા છે.

IIPની વૃદ્દિ દર બીજા ત્રિમાસિક ગાળામાં 6.2 ટકાથી વધી ત્રીજા ત્રિમાસિક ગાળામાં 7.3 ટકા રહ્યો છે. જ્યારે ઓટો વેચાણ, વીજળીની માંગ અને માલ-સામાનનું પરિવહન જેવી પ્રવૃત્તિઓ મજબૂત રહી છે. બેન્ક ક્રેડિટ ગ્રોથ આશરે 20 ટકાના લેવલ પર યથાવત રહ્યો છે.

અલબત તાજેતરમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં જે ઘટાડો આવ્યો છે, પણ ભૂરાજકીય સ્થિતિ હજું પણ અનિશ્ચિત છે. જો 2027 સુધી ઓઈલની કિંમત ઊંચી રહેશે તો ગ્રોથ માટે ફરીથી જોખમ વધી શકે છે.