Warning For Global Economy:પશ્ચિમ એશિયામાં ચિંતાના માહોલ વચ્ચે સંકટમાં દુનિયા, સામે આવી મોટી ચેતવણી

Warning For Global Economy:વિશ્વ સંકટમાં છે, વૈશ્વિક ઈકોનોમીના ગ્રોથ અંગે વેસ્ટ એશિયામાં તણાવની ખૂબ જ અસર જોવા મળી શકે છે. આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રના વ્યાપાર અને વિકાસ યુનિટ UNCTAD દ્વારા આપવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 11 Oct 2026 05:45 PM (IST)Updated: Sun, 11 Oct 2026 05:49 PM (IST)
the-world-faces-crisis-amidst-atmosphere-of-concern-in-west-asia-major-warning-emerged

Warning For Global Economy:વિશ્વ સંકટમાં છે, વૈશ્વિક ઈકોનોમીના ગ્રોથ અંગે વેસ્ટ એશિયામાં તણાવની ખૂબ જ અસર જોવા મળી શકે છે. આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રના વ્યાપાર અને વિકાસ યુનિટ UNCTAD દ્વારા આપવામાં આવી છે. મધ્ય પૂર્વમાં ચિંતાના માહોલથી જે એનર્જી સંકટ સૌથી વધારે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહેલ છે અને તેને લીધે વિશ્વ અર્થતંત્ર પર તેનું વધારે દબાણ છે. આ સંજોગોમાં ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથ રેટ ગયા વર્ષના 2.9 ટકાથી ઘટી વર્ષ 2026માં 2.6 ટકા રહી શકે છે.

એનર્જી પ્રાઈઝની અસર જોવા મળશે

UNCTADની માહિતી પ્રમાણે વેસ્ટ એશિયા સંઘર્ષને લીધે સર્જાયેલ એનર્જી કટોકટીની ઘેરી અસર વિશ્વના અર્થતંત્રની ઝડપ પર થઈ રહી છે. પોતાના વ્યાપાર અને વિકાસ અહેવાલમાં તેને જ્યાં વૈશ્વિક ઈકોનોમિક ગ્રોથ રેટ વીતેલા વર્ષના 2.9 ટકાથી ઘટીને આ વર્ષ 2.6 ટકા થઈ જવાનો અંદાજ છે.વસ્તુઓ અને સેવાઓને લગતા વૈશ્વિક વ્યાપારમાં આ વર્ષે સ્થિર કિંમતો પર 4 ટકા વૃદ્ધિ થઈ શકે છે. જોકે, વ્યાપારમાં અનુમાનિત વૃદ્ધિનો મહત્તમ ભાગ હાઈ એનર્જી કોસ્ટને લીઘે થવાની આશા છે.

ભારતનો આર્થિક વિકાસ મજબૂત રહેશે

UNCTADના અહેવાલ પ્રમાણે ભૂરાજકીય જોખમો, વૈશ્વિક વ્યાપારની પેટર્નમાં ફેરફાર અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIને લઈ કેટલાક જોખમ છે.

UNCTAD દ્વારા તેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2026માં વૈશ્વિક આર્થિક વિકાસમાં એશિયાનું યોગદાન 59 ટકા રહેવાનો અંદાજ છે. જેમાં ભારતની ગ્રોથ રેટ સૌથી વધારે 7.3 ટકા રહેશે. આ ઉપરાંત ચીનનો 4.5 ટકા અને ઈન્ડોનેશિયાનો 5.2 ટકા રહેવાનો અંદાજ છે. એશિયા સંકટ અને ઊર્જા કિંમત વધારાને લીધે અર્થતંત્ર પર પડી રહેલા દબાણ વચ્ચે વૈશ્વિક ગ્રોથને સમર્થન આપવામાં એશિયાની ભૂમિકા પ્રદર્શિત કરે છે.

અમેરિકા-ચીનથી વ્યાપાર ગણિતમાં ફેરફાર

અહેવાલ પ્રમાણે અમેરિકા-ચીન વચ્ચે તણાવ યથાવત રહેવાતી વ્યાપારમાં ફેરફારને લગતા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. UNCTADની માહિતી પ્રમાણે વર્ષ 2024થી ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપારમાં 20 ટકા ઘટાડો થયો છે. જ્યારે પૂર્વી એશિયાએ ચીન અને ઉત્તર અમેરિકા બન્ને સાથે વ્યાપારનું વિસ્તરણ કર્યું છે.