હવે સાયબર ગુનેગારો નહીં ખાલી કરી શકે તમારુ બેંક એકાઉન્ટ, RBI લાવી રહ્યું છે Stop Switch ફીચર

RBI new rules for cyber fraud: RBI એ લોકોના ખાતામાંથી કપાતા પૈસાને રોકવા માટે સ્ટોપ સ્વિચ અને ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમનો પ્રસ્તાવ પાસ કર્યો છે. જેવી આ સ્વિચ કાર્યરત થશે ત્યારથી તમારા એકાઉન્ટમાં થતા ડિજીટલ ટ્રાન્ઝેક્શન પર બ્રેક લાગી જશે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Tue, 24 Nov 2026 04:28 PM (IST)Updated: Tue, 24 Nov 2026 04:28 PM (IST)
the-rbi-will-introduce-a-feature-called-stop-switch-to-prevent-bank-fraud
AI તસવીર

RBI new rules for cyber fraud: ટેકનોલોજીનો વિકાસ આપણા કામોને સરળ બનાવવા માટે કરવામાં આવે છે. આ વિવિધ ટેકનોલોજીઓ જેટલી આપણા માટે ફાયદાકારક છે તેટલી જ તેને લઈને સાવચેતી રાખવા જેવી છે, કારણ કે, સાયબર ગુનેગારો પાસે આ ટેકનોલોજી આવવાથી તે અનેક લોકોને નિશાન બનાવી રહ્યા છે. રોજબરોજ આપણે જોઈએ છીએ કે કોઈને કોઈ રીતે લોકોના બેંક એકાઉન્ટને ખાલી કરવામાં આવી રહ્યા છે. હવે આ ફ્રોડને રોકવા માટે ભારતીય રિઝર્વ બેંક એટલે કે, આરબીઆઈએ એક ખાસ યોજના બનાવી છે.

શું છે સ્ટોપ સ્વિચ અને કેવી રીતે રોકશે ફ્રોડ?

RBI એ લોકોના ખાતામાંથી કપાતા પૈસાને રોકવા માટે સ્ટોપ સ્વિચ અને ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમનો પ્રસ્તાવ પાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ કેવી રીતે કામ કરશે તો જ્યારે તમને લાગે છે કે, તમારુ બેક એકાઉન્ટ હેક થઈ ગયું છે અથવા તમે સાઈબર ગુનેગારોના શિકાર બની ગયા છો તો તમે માત્ર એક ક્લિકે તમારા એકાઉન્ટના ટ્રાન્ઝક્શન રોકી શકો છો. જેવું તમે કમાન્ડ આપશો કે તમારા ખાતામાંથી કોઈ પૈસા ઉપાડી નહીં શકે.

ડિજીટલ ટ્રાન્ઝેક્શન પર બ્રેક લાગી જશે

જેવી આ સ્વિચ કાર્યરત થશે ત્યારથી તમારા એકાઉન્ટમાં થતા ડિજીટલ ટ્રાન્ઝેક્શન પર બ્રેક લાગી જશે. એટલું જ નહીં કોઈ નવી થર્ડ પાર્ટી એપ પર તમારુ યૂપીઆઈ રજીસ્ટર પણ નહીં થાય. આ ઉપરાંત આ સિસ્ટમની ખાસ વાત એ છે કે, આ સિસ્ટમ માત્ર સ્માર્ટ ફોન પર જ આધારિત નથી તમે તેને બેંકની મોબાઈલ એપ્લિકેશન, ઈન્ટરનેટ બેકીંગના માધ્યમથી અને સાથે સાથે ઓટીએમ, બેંક બ્રાન્ચ અને કસ્ટમર કેરમાં ફોન કરીને પણ ચાલુ બંધ કરી શકો છો. આના કારણે હવે સાયબર ગુનેગારોના તમામ રસ્તા બંધ થઈ જશે.

હેકર આ ફીચર સરળતાથી બંધ નહીં કરી શકે

તો બીજી તરફ હેકર માટે પણ આ ફીચર બંધ કરવુ સરળ નહીં રહે. ઘણાના મનમાં એવો સવાલ આવશે કે જો ફોન હેકર્સ હેક કરી લેશો તો શું તે પોતે આ સ્વિચ બંધ કરી શકશે? ના તે એટલું સરળ નથી. કારણ કે આઈબીઆઈએ તેના માટે પણ સ્ટ્રોંગ વ્યવસ્થા કરી છે. કારણ કે, આ સ્વિચ બંધ કરવા માટે જ્યારે કહેવામાં આવશે ત્યારે બેંક વેરિફાઈ કરશે. આ ઉપરાંત જ્યારે તમે બંધ કરવાનો ઓર્ડર આપો છો ત્યારે તે તાત્કાલિક બંધ નહીં થાય તેના માટે તમારે થોડો સમય રાહ જોવા પડશે. એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ સાયબર ગુનેગાર તમારા ફોનને હેક કરીને પણ મિનિટોમાં આ સિસ્ટમ બંધ નહીં કરી શકે અને જેનાથી તમારી સિક્યુરિટી વધી જશે અને તમે ફ્રોડથી બચી જશો.

બેંકની જવાબદાર નક્કી કરવા અંગે સુચનો મંગાવ્ય

આ ઉપરાંત આરબીઆઈએ ફ્રોડવાળા ટ્રાન્ઝેક્શનના કેસોમાં બેંકની બેદરકારીની વ્યાખ્યાને વધુ વિસ્તરીત કરવાની પણ ભલામણ કરી છે. તેમાં જે વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું છે તે એ છે કે, ઈલેક્ટ્રીક ટ્રાન્ઝેક્શન કે જરુરી એલર્ટ ન મોકલવુ અન ફ્રોડ કે ડેબીટ કાર્ડ ખોવાઈ જવાની જાણકારી આપવા માટે 24 કલાકની સુવિધા ઉપલબ્ધ ન કરાવવાની વાત સામેલ છે. આ મામલે 14 ડિસેમ્બર સુધી આરબીઆઈએ સામાન્ય લોકો અને સંબંધીત પક્ષો પાસેથી સુચનો મંગાવ્યા છે.