RBI Digital Fraud Rules:ઓનલાઈન છેતરપિંડીથી પૈસા ડૂબી જાય તો મળશે વળતર, RBIના કયા નવા નિયમથી કરી શકાશે ક્લેમ તે જાણો

RBI Digital Fraud Rules:ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બેન્કિંગના વધતા ઉપયોગ સાથે સાઈબર છેતરપિંડીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 01 Nov 2026 11:13 AM (IST)Updated: Sun, 01 Nov 2026 11:13 AM (IST)
get-compensated-if-you-lose-money-to-online-fraud-rbi-introduces-new-rules-heres-how-to-file-a-claim

RBI Digital Fraud Rules:ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બેન્કિંગના વધતા ઉપયોગ સાથે સાઈબર છેતરપિંડીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. છેતરપિંડી ક્યારેક કસ્ટમર કેર નંબર, ક્યારેક ફિશિંગ લિંગ તો ક્યારે બનાવટી રોકાણ યોજના મારફતે લોકોને પોતાનો શિકાર બનાવે છે. ઘણી વખત તો લોકોને છેતરપિંડીની જાણ ત્યારે થાય છે કે જ્યારે તેમના બેન્ક ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય છે.

આ પ્રકારના કિસ્સામાં ગ્રાહકોને રાહત આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ ડિજિટલ ફ્રોડ સાથે સંકળાયેલ નવા નિયમ નક્કી કર્યાં છે. આ નિયમો અંતર્ગત યોગ્યતા ધરાવતા ગ્રાહકોએ છેતરપિંડીના સંજોગોમાં ચોખ્ખા નુકસાના 85 ટકા અથવા મહત્તમ રૂપિયા 25000 સુધી વળતર મળી શકે છે. બન્ને પૈકી જે રકમ ઓછી હોય તેનું વળતર મળશે. આ નિયમ 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે અને એક વર્ષ સુધી અમલી રહેશે.

RBIનો નવો નિયમ ક્યારથી લાગુ થશે

RBIને લગતા નવા દિશા-નિર્દેશન 1લી જાન્યુઆરી 2027થી લાગુ થશે. આ નિયમ એક વર્ષની અવધિ માટે અમલી બનશે. તે અંતર્ગત છેતરપિંડી ધરાવતા ઈલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન(EBT) સાથે સંકળાયેલ કિસ્સામાં ગ્રાહકોની જવાબદારી સાબિત કરવાનો બોજ બેન્કો પર નાંખવામાં આવ્યો છે.

ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનમાં પોઇન્ટ ઓફ સેલ

આ ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનમાં પોઇન્ટ ઓફ સેલ (POS) ટ્રાન્સફર, ATMથી થતા વ્યવહાર, સીધા ખાતામાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા, ફોન મારફતે કરવામાં આવેલ ટ્રન્સફર, ઈન્ટરનેટ બેન્કિંગ તથા કાર્ડ પેમેન્ટનો સમાવેશ થાય છે. NHRC પ્રમાણે છેલ્લા છ વર્ષમાં ભારતમાં સાઈબર ફ્રોડને લોકો લોકોને આશરે રૂપિયા 52,976 કરોડનું નુકસાન થયું છે.

મહત્તમ રૂપિયા 25000 સુધી વળતર

RBIના આદેશ પ્રમાણે ડિજિટલ ફ્રોડથી પીડિતોને ચોખ્ખા નુકસાનના 85 ટકા અથવા મહત્તમ રૂપિયા 25000 સુધી વળતર મળી શકે છે. જોકે, આ માટે છેતરપિંડી ધરાવતા વ્યવહારોની રકમ રૂપિયા 50 હજારથી વધારે ન હોવી જોઈએ. આ વળતર દરેક ગ્રાહકને જીવનમાં એક વખત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા 25000 વળતર તમામ કિસ્સામાં નક્કી નથી. તેની ગણતરી 85 ટકા ચોખ્ખુ નુકસાન આધાર પર થશે અથવા રૂપિયા 25000ની મર્યાદા આધાર પર જે ઓછું હોય તે રહેશે.