Foreign Exchange Reserves: દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 13 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 14.20 અબજ ડોલર ગગડી 705 અબજ ડોલર થયું

ભારતના ફોરેક્સ રિઝર્વમાં 14 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 13મી નવેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 14.20 અબજ ડોલર ઘટીને 705.34 અબજ ડોલર પહોંચી ગયું છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 07:32 AM (IST)Updated: Sat, 21 Nov 2026 07:45 AM (IST)
the-countrys-foreign-exchange-reserves-fell-by-1420-billion-dollar-to-705-billion-dollar-for-the-week-ending-november-13

Foreign Exchange Reserves:ભારતના ફોરેક્સ રિઝર્વમાં 14 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 13મી નવેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 14.20 અબજ ડોલર ઘટીને 705.34 અબજ ડોલર પહોંચી ગયું છે, તેમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં જણાવાયું હતું.

ફોરેન કરન્સી એસેટ્સની વેલ્યુ 7.9 અબજ ડોલર ઘટીને 583.45 અબજ ડોલર

રિઝર્વ બેન્કની આંકડાકીય માહિતી પ્રમાણે 27મી ફેબ્રુઆરી 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 728 અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકિય તણાવને લીધે ભારતના વિદેશી હૂંડિયામણ પર દબાણ જોવા મળી રહ્યું છે. રૂપિયાના મૂલ્ય પર સતત વધી રહેલા દબાણ વચ્ચે RBIએ સતત બજારમાં દરમિયાનગીરી કરવી પડી રહી છે. અને તેને લીધે વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થઈ રહ્યો છે.ફોરેન કરન્સી એસેટ્સની વેલ્યુ 7.9 અબજ ડોલર ઘટીને 583.45 અબજ ડોલર રહ્યું છે.

સોનાના ભંડારનું મૂલ્ય 6.18 અબજ ડોલર ઘટી 98.61 અબજ ડોલર

બીજીબાજુ સોનાના ભંડારનું મૂલ્ય 6.18 અબજ ડોલર ઘટી 98.61 અબજ ડોલર પહોંચી ગયું છે. મધ્યસ્થ બેન્કની માહિતી પ્રમાણે SDR 9.2 કરોડ ડોલર ઘટીને 18.52 અબજ ડોલર પહોંચી ગયું છે.જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-IMF પાસે જમા ભંડોળ પણ 3.2 કરોડ ડોલર ઘટીને 4.76 અબજ ડોલર થયું છે.મધ્યસ્થ બેન્કની માહિતી પ્રમાણે વિદેશી હૂંડિયામણ બજાર દેશમાં નિકાસને લગતા વ્યવહારોની ચુકવણી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ કરીને વિનિમય દરને ધ્યાનમાં રાખવામાં આવે છે. તાજેતરમાં ક્રુડ ઓઈલની વધતી કિંમતોને લીધે ભારતના વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો છે. ઈરાન-અમેરિકા યુદ્ધને લીધે ક્રુડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધીને 118 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયા હતા. અને તેને લીધે ભારતે આ માટે વધારે ખર્ચ કરવો પડ્યો હતો.