Foreign Exchange Reserves: ભારતના વિદેશી હૂંડિયામણ એટલે કે ફોરેક્સ રિઝર્વમાં 6 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.49 અબજ ડોલર વધીને 719.547 અબજ ડોલર પહોંચી ગયું છે. RBI તરફથી શુક્રવારના રોજ જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતીમાં આ બાબત જણાવવામાં આવેલ છે. વિદેશી હૂંડિયામણમાં આ વધારો સતત કેટલાક સપ્તાહથી થતા ઘટાડા બાદ આવ્યો છે. 17 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળ 722.3 અબજ ડોલર હતો. જે 30 ઓક્ટોબર સુધી ઘટીને 717.057 અબજ ડોલર થયો છે.
RBIની આંકડાકીય માહિતી પ્રમાણે સપ્તાહ દરમિયાન ભારતનો સોનાનો ભંડારનું મૂલ્ય 2.205 અબજ ડોલર વધી 104.796 અબજ ડોલર થયું છે.
એવી જ રીતે ફોરેક્સ રિઝર્વ એસેટ્સ પણ 23.2 કરોડ ડોલર વધી 591.350 કરોડ થઈ છે. જ્યારે વિદેશી ચલણની એસેટ્સ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળનો સૌથી મોટો ભાગ છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં ભારતના સ્પેશિયલ ડ્રોવિંગ રાઈટ્સ એટલે કે SDRનું મૂલ્ય પણ 5.2 કરોડ ડોલર વધી 18.610 અબજ ડોલર થયું છે. આમ IMFમાં ભારતની રિઝર્વ પોઝીશન 10 લાખ ડોલર વધી 4.791 અબજ ડોલર થઈ ગઈ છે.
દરમિયાન મધ્યસ્થ બેન્ક RBIએ આ મહિનાની શરૂઆતમાં નાના નિકાસકર્તાઓ અને સર્વિસિસની ઈમ્પોર્ટ કરનારા માટે વિદેશી હૂંડિયામણ રિપોર્ટિંગને લગતા નિયમોમાં રાહત આપી છે. સુધારવામાં આવેલ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ, 2026 હેઠળ વ્યક્તિગત સર્વિસસ નિકાસકર્તાઓ માટે નિકાસ જાહેરાત સંબંધિત ફોર્મ (EDF) જમા કરવામાં આવશે.
વૈશ્વિક અર્થતંત્રમાં તાજેતરના સમયમાં જે ભૂરાજકિય ચિંતાનો માહોલ સર્જાયો હતો અને ખાસ કરીને ઈરાન-અમેરિકા યુદ્ધ બાદ ક્રુડ ઓઈલના ભાવમાં તેજી આવતા ભારત જેવા ઈંધણની આયાત પર આધાર ધરાવતા દેશ માટે મુશ્કેલી સર્જાઈ હતી અને સતત ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થતો હતો. જોકે હવે ફોરેક્સ રિઝર્વમાં વધારો થતા ભારત માટે આર્થિક મોરચે મોટી રાહત મળી છે.
