License For Wholesale Medicines:કેન્દ્ર સરકારે જાહેર કર્યો નવી દરખાસ્ત,હવે જથ્થાબંધ દવાના વેચાણ માટે અલગથી લાઈસન્સ લેવું ફરજિયાત બનશે

ડ્રગ્સ રુલ્સ,1945ને સૂચિત સુધારા હેઠળ બલ્ક ડ્રગ્સના બિઝનેસ માટે હવે અલગથી 19-BCસર્ટીફિકેટ અને લાઈસન્સ-20BC શરૂ કરવાની જોગવાઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 20 Nov 2026 07:40 AM (IST)Updated: Fri, 20 Nov 2026 07:44 AM (IST)
the-central-government-has-announced-a-new-proposal-obtaining-a-separate-license-for-the-wholesale-sale-of-medicines-will-now-become-mandatory

License For Wholesale Medicines:સરકાર હવે દવાના સપ્લાઈ અંગે પોતાની દેખરેખ અને નિયમનકારી વ્યવસ્થાને મજબૂત કરવા જઈ રહી છે. આ પગલાંના ભાગરૂપે સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દવાના સપ્લાઈ અંગે એક્ટિવ અને ઈનએક્ટિવ મીડિસિનલ સબસ્ટેન્સિસ સહિત બલ્ક ડ્રગ્સ એટલે કે જથ્થાબંધ દવાઓના બિઝનેસ માટે હવે અલગથી લાઈસન્સની વ્યવસ્થા શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

કયા લાઈસન્સની જરૂર પડશે

ડ્રગ્સ રુલ્સ,1945ને સૂચિત સુધારા હેઠળ બલ્ક ડ્રગ્સના બિઝનેસ માટે હવે અલગથી 19-BCસર્ટીફિકેટ અને લાઈસન્સ-20BC શરૂ કરવાની જોગવાઈ છે.

ફોર્મ્યુલેશન અને બલ્ક ડ્રગ્સ

આ વ્યવસ્થા તૈયાર ફોર્યુલેશન માટે વર્તમાન લાઈસન્સને લગતી જોગવાઈ અલગ કરવાની રહેશે. અલબત લાઈસન્સ હેઠળ ફોર્મ્યુલેશન અને બલ્ક ડ્રગ્સ બન્નેના જથ્થાબંધ વેચાણ કરવામાં આવે છે. સંબંધિત દરખાસ્ત અંગે ડ્રગ કન્સલ્ટેટીવ કમિટી(DCC)ની 17મી નવેમ્બર 2025ના રોજ યોજાયેલ 67મી બેઠક તથા ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ (DCC)ની 16 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલ બેઠકમાં આ મુદ્દે સહમતિ થઈ હતી.

લાઈસન્સની જોગવાઈ પાછળનો ઉદ્દેશ

સરકારે જથ્થાબંધ દવાઓના વેચાણને લઈ લાઈસન્સની જોગવાઈ કરવા પાછળનો ઉદ્દેશ નિકાસકર્તા તથા ઈમ્પોર્ટરથી લઈ દર્દી સુધી સમગ્ર સપ્લાઈ વ્યવસ્થા, વિતરણ વ્યવસ્થાના દરેક તબક્કામાં ગુણવત્તા, સુરક્ષા,અસરકારતા તથા સાતત્યપૂર્ણ સ્થિતિને જાળવી રાખવાનો છે. આ સાથે સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલય બિમારી વિરોધી દવાઓને લઈ નિયમનકારી માળખા હેઠળ લાવવાની દરખાસ્તનો પણ સમાવેશ થાય છે. જેથી ગુણવત્તા, સુરક્ષા અને અસરકારક દેખરેખને વધારે દુરસ્ત કરવી શકાશે તથા AMR સ્થિતિ જાણી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દેશમાં દવાઓની કિંમતો તથા સપ્લાઈને લઈ સતત સમયાંતરે પગલાં ભરી રહી છે. કેન્સર, ડાયાબિટીસ સહિતની બીમારીને લગતી દવાઓ સસ્તી કરવા સરકાર અગાઉ જ મહત્વના આદેશો આપી ચુકી છે. આમ સરકાર નિયમનકારી વ્યવસ્થાને મજબૂત કરી રહી છે, જેથી લોકોને સસ્તી અને વ્યાજબી ભાવથી દવાઓ મળી રહે.