Cancer Medicine Price Cut:કેન્સરની 137 દવાઓ સસ્તી થશે અને 9 નવેમ્બરથી નવી કિંમતો લાગૂ થશે

નવી કિંમતો લાગુ થયા બાદ હોસ્પિટલોએ તેમની વેબસાઈટ પર દવાઓના નવા દરો લાગુ કરવાના રહેશે. મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ પર પણ નવી કિમત લાગુ થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 17 Oct 2026 09:13 PM (IST)Updated: Sat, 17 Oct 2026 09:13 PM (IST)
medicine-price-cut-137-cancer-drugs-to-become-cheaper-new-prices-effective-from-november-9

Cancer Medicine Price Cut:કેન્સરના દર્દીઓ તથા તેમના પરિવારો માટે દવાઓની કિંમતને લઈ મહત્વની માહિતી સામે આવી છે. કેન્સરની 137 દવાઓ પર ટ્રેડ માર્જીનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ દવાઓની કિંમતો 70 ટકા સુધી ઘટે તેવી શક્યતા છે. નવી કિંમતો 9 નવેમ્બર 2026થી લાગુ કરવામાં આવશે.

દવા કંપનીઓને 7 દિવસમાં જ નવી કિંમતોની માહિતી આપવા તથા નવી કિંમતોની યાદી જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલો તથા મેડિકલ સ્ટોર ખાતે પણ નવા દરો લાગૂ પડશે. દર્દી Pharma Sahi Daam એપ પર દવાઓની કિંમતોને તપાસી શકશે. 

કેન્સરની 137 દવા પર ટ્રેડ માર્જીનની મર્યાદા

કેન્સરની દવા 137 દવાઓ પર ટ્રેડ માર્જીનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. NPPA દ્વારા આ દવાઓ માટે 30 ટકા ટ્રેડ માર્જીનની મર્યાદા નક્કી કરી છે. ટ્રેડ માર્જીનનો અર્થ દવાઓની ખરીદીની કિંમત તથા તેની વેચાણ કિંમત વચ્ચેનું અંતર છે. આ નિર્ણય બાદ કેન્સરની દવાઓની કિંમતોમાં 70 ટકા સુધી ઘટાડો થાય તેવી શક્યતા છે. નવી કિંમતો 9 નવેમ્બર 2026થી લાગુ થશે. 

હોસ્પિટલોએ વેબસાઈટ પર દર્શાવવા પડશે નવા દર

નવી કિંમતો લાગુ થયા બાદ હોસ્પિટલોએ તેમની વેબસાઈટ પર દવાઓના નવા દરો લાગુ કરવાના રહેશે. મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ પર પણ નવી કિમત લાગુ થશે. તેનાથી દર્દીઓને દવાઓની કિંમતો અંગે જાણકારી મેળવવામાં મદદ મળશે અને તેઓ નવા દર અંગે માહિતી મેળવી શકશે.